ગોધરા ખાતે જેટકો કર્મચારીઓ દ્વારા પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર..
ગોધરા ખાતે આજરોજ જેટકો કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે લીલેશરા ડિવિઝન કચેરી બહાર પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ના સ્ટાફ સેટઅપ કરવાની માગણીઓ સંતોષવામાં જો નહીં આવે તો હવે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના આદેશ પ્રમાણે તારીખ 19 ના રોજ કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચાર કરશે અને તારીખ ૨૦મી અને ૨૧મી ના રોજ વર્ક ટુ રૂલ આંદોલન બાદ પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લા ના મોટા ભાગના કર્મચારીઓ માસ સીલ મૂકવાના મુડમા છે.!!
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા