Western Times News

Gujarati News

ગોધરા નગરપાલિકાએ વેરામાં કરેલા વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા નગર પાલિકા દ્વારા પાલિકાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તાજેતરમાં મળેલી સામાન્ય સભા દરમ્યાન લાઈટવેરો,પાણીવેરો અને સફાઈવેરામાં અંદાજિત ૪૦ ટકા જેટલો તોતિંગ વધારો કરતા

જેના વિરોધમાં વિપક્ષ નેતા અને કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવીને જિલ્લા કલેકટર કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે વેરો વધારો પરત ખેંચવાની માંગ કરી જિલ્લા ના અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી તો બીજીબાજુ નગરજનો પણ પાલિકાએ વધારેલા વેરાને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને આ તોતિંગ વેરો વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે

ગોધર નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જયારથી હાલના પાલિકા પ્રમુખ ભાજપમાં જાેડાયા છે ત્યારથી ગોધરા નગર પાલિકાની સ્થિતિ બદતર થઇ ગયેલ છે ગોધરા નગર પાલિકાના વિસ્તારોમાં પાણી,લાઈટ,સફાઈ,રોડ રસ્તા,બગીચાઓ વગેરેની અનેક સમસ્યાઓ ઉભી થયેલ છે

તેમજ કોરોનાની ગંભીર બીમારીના કારણે લોકડાઉન તેમજ કર્ફ્‌યુ થી લોકોની અવાક ના સ્ત્રોત ઘટી ગયેલા છે લોકોની આવકમાં ઘરખમ ઘટાડો થયેલ છે બેકારી અને રોજગારીની વિકટ પરિસ્થિતિ છે ધંધા રોજગાર અનેક લોકોના તેમજ વેપારીઓના પડી ભાગેલ છે

જેના કારણે લોકોની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે નગર પાલિકાએ જે પ્રકારે લાઈટ,સફાઈ અને પાણી વેરામાં વધારો કરેલ છે આ તમામ વિભાગની સેવાઓ ગોધરાના નગરજનોને યોગ્ય ન મળતી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે ગોધરા નગર પાલિકાના ચીફ ઓફિસર અને અધિકારીઓ સીટીઝન ચાર્ટ મુજબની સેવાઓ પણ પુરી પાડી શકતા નથી

ગોધરાના નગરજનોની આર્થિક હાલત નબળી હોય વેપાર ધંધા રોજગારીની તકલીફો હોય તેમ છતાં ગોધરા નગર પાલિકાના પ્રમુખ તથા તેમના સાથી કાઉન્સિલરો એ બહુમતીના જાેરે વેરાઓમાં વધારો કરી શહેરના નગરજનો પર વધુ પડતો બોજ નાખ્યો છે

ત્યારે જાે આગામી દિવસોમાં આ વેરો વધારો પરત ખેંચવામાં નહિ આવેતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી વિપક્ષ નેતા અને કોંગ્રેસે ઉચ્ચારી હતી ત્યારે હવે જાેઉં રહ્યું ગોધરા નગર પાલિકા વેરો પરત ખેંચે છે કે નહિ વેરામાં તોતિંગ વધારો કરવાના કારણે નગરજનો માં પણ સત્તાપક્ષ સામે નારાજગી જાેવા મળી રહી છે અને જાગૃત નગરજનો પણ આ વેરો વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.