Western Times News

Gujarati News

ગોધરા પોલીસે ચોરીની ૪ બાઈક સાથે બે ઇસમોને ઝડપી પાડી કુલ ૪ ગુન્હા ડિટેક્ટ કર્યા

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર એ ડિવિજન પોલીસ ઇન્સપેકટર એમ.એ.વાઘેલા ને પોલીસના ઉપરી અધિકારીઓ દ્વારા મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ તેઓએ પોતાના સ્ટાફ ને મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા માટે સૂચના આપી હતી.જેના અનુસંધાનમાધ સર્વેલન્સ પી.એસ.આઇ. એ.આર.તડવી તથા સ્ટાફના પોલીસ માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઇકબાલ સ્કૂલ પાસેથી પસાર થતા હતા

તે વખતે એક દ્ભ્‌સ્ ૧૨૫ ડ્ઢેંદ્ભઈ મોડેલની મોટર સાયકલ પર બે ઇસમ પસાર થતા જે મોટર સાયકલના આગળ અને પાછળ બન્ને બાજુ આર.ટી.ઓ.નંબર પ્લેટ જણાયેલ નહી.જેથી ગોધરા શહેર પોલીસ મથકે મોટર સાયકલની ચોરી થયેલ હોય તેની ફરિયાદ નોંધાઈ હતી.જેથી મોટર સાયકલ પર જતા બન્ને ઇસમો શંકાસ્પદ મોટર સાયકલ લઇ જતા હોય તેવુ લાગતા દ્ભ્‌સ્ ૧૨૫ ડ્ઢેંદ્ભઈ મોટર સાયકલ રોકી મોટર સાયકલ ની નંબર પ્લેટો લાગેલ ન હોય

જેથી ચાલકને તથા પાછળ બેઠેલ ઇસમને મોટર સાયકલના કાગળો રજુ કરવા જણાવતા ગલ્લા તલ્લા કરતા હોય જેથી મોટર સાયકલના એન્જિન ચેચીસ નંબરો આધારે ઇગુજકોપ એપ્લીકેશનમાં સર્ચ કરાવતા આ મોટર સાયકલ ચોરી થયેલ હોવાનું જણાઇ આવતા પકડાયેલ ઇસમ મોસીન બહેબુબ યુસુફ શેખ ઉ.વ.૨૩ રહે, સુલેમાની મસ્જીદ પાસે, રહેમતનગર, ચીખોદ્રા, ગોધરા અને સોહેલ ઉર્ફે ભૂરીયો જાફર ઇબ્રાહીમ શેખ ઉ

.વ.-૨૧, રહે- રહેમતનગર, સુલેમાની મસ્જીદ પાસે, ચીખોદ્રા, ગોધરાને મોટર સાયકલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પકડાયેલ ઇસમોને યુક્તિ પ્રયુકતિથી સઘન પુછપરછ કરતા અન્ય ત્રણ મોટર સાયકલો પણ ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. જે ત્રણેય મોટર સાયકલોને રીકવર કરી ગોધરા શહેર પોલીસ મથકો એ નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ હતી.પોલીસે કુલ રૂ.૨,૬૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.