ગોધરા બસસ્ટેન્ડ પાસે ગટરનું દૂષિત પાણી ભરાતા પ્રજા પરેશાન

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરના બસ સ્ટેન્ડ નજીક ટ્રાફ્ટિની અવરજવરથી ધમધમતા માર્ગ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ગટરના પાણી યોગ્ય નિકાલના અભાવે બહાર રેલાઈ રહ્યું છે.જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકો ત્રસ્તતા વચ્ચે પસાર થઈ રહ્યા છે તેમ છતાં સંલગ્ન જવાબદારોની બેદરકારી જાેવા મળી રહી છે .
ગોધરા શહેરના એસટી બસસ્ટેન્ડ વિસ્તારમાં લાલબાગ ટેકરી તરફ જતાં મુખ્ય માર્ગ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ગટર માંથી દૂષિત પાણી યોગ્ય નિકાલના અભાવે બહાર જાહેર માર્ગ ઉપર રેલાઈ રહ્યું છે.અહીંથી રાત દિવસ હજારો ની સંખ્યામાં રાહદારીઓ અને વાહનોની અવરજવર રહેતી હોય છે.
વહેલી સવારે અને રાત્રે અહીં લાલબાગ ટેકરી મંદિર ખાતે દર્શનાર્થીઓની ચહલ પહલ રહેતી હોય છે . આજુબાજુમાં આવેલી હોટલો અને દુકાનો માંથી દૂષિત પાણી ભૂગર્ભ ગટરમાં ઠાલવવામાં આવે છે જે પાણી અહીંથી આગળ પૂરતા ફોર્સથી આગળ નહિં જતાં સીધુ જ બહાર રોડ રેલાઈ રહ્યું છે.
જેમાં પણ રાત્રીના સમયે જાણે તળાવ જેમ અહીં પાણીનો જમાવડો થતો જાેવા મળી રહ્યો છે . આ ઉપરાંત દિવસભર પણ પાણી રેલાતું જાેવા મળી રહ્યું છે.આ સમસ્યાનો હલ લાવવા સંલગ્ન તંત્ર કોઈ રસ નહિં દાખવતું હોવાનું જાેવા મળી રહ્યું છે બીજી તરફ જે લોકો દૂષિત પાણી ગટરમાં નાંખી રહ્યા છે જેઓ પણ કોઈ જ પૂછનાર ન હોય એમ બિન્દાસ્ત પાણી ગટરમાં નાંખી રહ્યા હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.