ગોધરા બી ડીવીઝન પોલીસે ઘરફોડ ચોરીના બે આરોપીઓને ચોરીના મૂદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
(પ્રતિનિધિ) ગોધરા. પંચમહાલ જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલ દ્વારા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગૂનાઓ શોધી કાઢવા માટે સુચનાઓ આપવામા આવી હતી. જેના પગલે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમા નોધાયેલા એક ચોરીના બનાવમા ચોરાઈ ગયેલા એસી તથા આરોપીઓને શોધી કાઢવા સુચના આપવામા આવી હતી.
આધારે પો.સબ.ઇન્સ. એન.એમ.રાવત તથા પો.સબ.ઇન્સ. એન.આર.રાઠોડ સાહબે નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોધરા સિગ્નલ ફળીયામા રહેતો રીઝવાન મહમદ હનીફ તથા ઓવેશ ઉફે જુનેદ મહમદ ગોધરા નાઓએ તેઓના ઘરે ઉપરોકત ચોરીના ગૂનાનો મૂદામાલ સતાંડી રાખેલ છે
જે બાતમી આધારે પો.સ.ઇ. એન.એમ.રાવત તથા પો.સ.ઇ.એન.આર.રાઠોડ તથા ડી સ્ટાફના માણસો બાતમીવાળા ઈસમોના ઘરે જતા તેઓ હાજર હતા. તેઓના ઘરમાથી એક-એક એ.સી. ઇનર આઉટર સાથે મળી આવ્યા હતા. પૂછપરછમા જે એ.સી.કુલ નગં -૦૨ કિ.૫૦,૦૦૦ની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.પોલીસે આ મામલે આરોપી ઈસમો સામે કાયદાકીય કાર્યવાહી કરી છે.