ગોધરા: વરલી મટકાના આંક ફરકના આંકડાનો જુગાર રમતા ૧૧ ખેલી ઝડપાયા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા એલસીબી પોલીસે ગોધરાના ખાડી ફળીયામાં ખુલ્લામાં વરલી મટકાના આંક ફરકના આંકડાનો જુગાર રમતા ૧૧ ખેલીઓ રોકડા રૂપિયા ૧૫,૪૫૦ , ૯ મોબાઇલ ફોન તથા ૩ મોટર સાયક્લ રૂપિયા ૮૯,૯૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .
જ્યારે બે નાસી જવામાં સફળ રહ્યા હતા . પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક ર્ડા . લીના પાટીલે જિલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યુ હતું .
આદરમિયાન એલસીબી પીઆઇ કે.પી.જાડેજાને ગોધરા ખાડી ફળીયા કુદરતસાના તકીયા પાસે રહેતો મહંમદખાન શેરઅલીખાન પઠાણ ઉર્ફે મહંમદ બીડી નોકરો રાખી ગોધરા ખાડી ફળીયા કુવાની સામે ખુલ્લામાં વરલી મટકાના આંક ફરકના આંકડાઓનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી .
જેના આધારે એલસીબી સ્ટાફના માણસો દ્વારા જુગારની રેઇડ કરવામાં આવી હતી . જેથી જુગાર રમતા ખેલીઓમાં નાસભાગ મચી ગઇ હતી . પોલીસે સ્થળ ઉપરથી જીતેન રતીલાલ પ્રજાપતિ ( રહે . ખાડી ફળીયા ભાથીજી મંદરની પાછળ ) , રામુભાઇ ભીખાભાઇ પરમાર ( રહે.ખાડી ફળીયા રામેશ્વર નગર ) , દિલીપભાઇ જેન્તીભાઈ ઢોલી ( રહે . દરૂણીયા રોડ ઢોલીવાસ ગાંધરા ) , દિલીપ કુલાજી જેલોતર ( મારવાડી ) રહે.ખાડી ફળીયા મારવાડી વાસ ) ,
કેતનભાઇ હર્ષવર્ધનભાઇ રાણા ( રહે.જલારામ મંદીર પાસે વાવડી બુઝર્ગ ) , ભરતકુમાર રણછોડભાઇ સોલંકી ( રહે.ખાડી ફળીયા મારવાડી વાસ ) , સુનીલકુમાર મંગુભાઇ મકવાણા ( રહે.ખાડી ફળીયા દોસ્તાના સોસાયટી ) , રાજેશભાઇ હર્ષદભાઇ મિસ્ત્રી ( રહે . મોદીની વાડી નં -૨ ) , સુરેશભાઇ રૂપાભાઇ ભરવાડ ( નાડીયા ) રહે.ખાડી ફળીયા મારવાડી વાસ ) ,
સાહીલ સલીમ ભિસ્તી ( રહે.ખાડી ફળીયા કુંભારવાડા ) તથા કાસીમ ઈસ્લાક આલમ ( રહે . સાતપુલ મુસ્લીમ સી . સોસાયટી ) નો સમાવેશ થાય છે . તેઓની પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૧૫,૪૫૦ , મોબાઇલ ફોન નંગ- ૯ તથા મોટર સાયકલો નંગ- ૩ મળી ૩ કુલ રૂપિયા ૮૯,૯૫૦ નોમુદ્દામાલ જમ કર્યો હતો .
જ્યારે બે નાસી જવામાં સફળ રહ્યા હતા . જેમાં મહંમદખાન શેરઅલીખાન પઠાણ ઉર્ફે મહંમદ બીડી ( રહે.ખાડી ફળીયા કુદરતશાહના તકીયા પાસે ) તથા અલ્પેશ ઉર્ફે પિન્ટુ ભીખાભાઇ પ્રજાપતિ ( રહે . ખાડી ફળીયા ભાથીજી મંદીર પાસે ) નો સમાવેશ થાય છે .