ગોધરા વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે બ્રહ્મ ચોર્યાસીનો કાર્યક્રમ સંપન્ન થયો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ભગવાન શ્રી સ્વામિનારાયણ ની અંતરધ્યાન તિથિ જેઠ સુદ ૧૦ તા ૧૬/૬/૨૦૨૪ ને રવિવાર ના રોજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાન ના સમર્થ આચાર્ય પ.પૂ ધ. ધૂ ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ ના ૭૫ જન્મોત્સવ અમૃત મહોત્સવ ના ઉપલક્ષ માં વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સવાર થી જ અખંડ ધૂન નું અને સાંજે ધર્મસભા અને બ્રહ્મ ચોર્યાસી નું આયોજન થયું હતું.
જેમાં વડતાલ થી પ. પૂ ધર્મકુળભુષણ લાલજીમહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજ અને ગઢડા થી સનાતન ધર્મ સંસ્થાન ટ્રસ્ટ ભારત ના રાષ્ટ્રીય કારીબારી સભ્ય પૂ એસ. પી સ્વામી સંતો સહિત પધાર્યા હતા.
અને ધર્મસભા ના અંત માં સમસ્ત ગોધરા નગર ના બ્રાહ્મણો (ભૂદેવો) ને આમંત્રિત કરી બ્રહ્મ ચોર્યાસી નું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભદેવો સહિત ભક્તોએ દર્શન, સત્સંગ અને મહાપ્રસાદ નો લાભ લીધો હતો અને વિશેષ માં સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા અગ્રણી કાર્તિકભાઈ ત્રિવેદી, આશિત ભટ્ટ, ભાવેશભાઈ જોશી સહિત અગ્રણીઓ એ પૂ મહારાજ શ્રી અને પૂ એસ. પી સ્વામી નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.