ગોધરા સીવિલ હોસ્પિટલમાં હજ માટે જનાર હાજીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/0907-godhra-Habib.jpg)
(પ્રતિનિધિ) ગોધરા, આજ રોજ ગોધરા સીવિલ હોસ્પિટલ માં ગોધરા શહેર ના હાજી ઓ જેઓ ચાલુ વર્ષે હજ કરવા માટે જનાર હોય તેવા ખાનગી અને હજ કમીટી મારફતે હજ ખાતે જનાર હાજી ઓ નો રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ગોધરા શહેર નાં ૪૦૦ જેટલા હાજીઓ એ રસીકરણ નો લાભ લીધો હતો આ રસીકરણ ની વ્યવસ્થા સીવીલ હોસ્પિટલ ગોધરા દ્વારા કરવામાં આવી હતી. આ રસીકરણ વખતે ગુજરાત રાજ્ય હજ સમિતિ ના પંચમહાલ ના ટ્રેનર સીરાજ કમરૂભાઈ શેખ (દીલુહાજી) હાજી સુલેમાન ભાઈ દુલ્લી આસીસ્ટન્ટ ફીલ્ડ ટ્રેનર મોલવી સલમાન રલીયા (ઝમઝમવાલા)મોહંમદ બંગલી યામીન હૈદર, આરીફ ટપલા દ્વારા સીવીલ હોસ્પિટલ ખાતે હાજી ઓ ને મદદરૂપ થયા હતા રસીકરણ શાંતિમય રીતે પુણૅ થતાં હાજી ઓ તેમજ ફીલ્ડ ટ્રેનરો દ્વારા મેડીકલ ઓફિસર ડોકટર પ્રસાદ મેડીકલ ઓફીસર અનીલ મકવાણા સહીત સીવીલ હોસ્પિટલ ગોધરા ના સ્ટાફ નો આભાર માનવામાં આવ્યો હતો.*