Western Times News

Gujarati News

ગોધરા ITI વિસ્તારમાં મકાનમાં આગ લાગતા દોડધામ

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર આઈટીઆઈ વિસ્તારમાં બહારના ભાગે ભઠ્ઠામાં કામ કરતા શ્રમિક પરિવારના કાચા મકાનમાં મધરાત્રે અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી . આગની જ્વાળા માં તમામ ઘરવખરી બળી ખાખ થઈ જતાં પરિવારે ભારે વલોપાત કર્યો હતો.આગજનીમાં એક બાઈક પણ લપેટમાં આવી ગઈ હતી .

ગોધરા શહેરના આઈટીઆઈ વિસ્તારમાંબહારના ભાગે વર્ષોથી ભટ્ટામાં કામ કરતા કેટલાક પરિવારો કાચા મકાન બનાવી વસવાટ કરી રહ્યા છે.દિવસભર પેટિયું રળવા કાળી મજૂરી કરી રાત્રે ઘરે આવી સુઈ જતા હોયછે .

મંગળવારે રાત્રે આ શ્રમિક પરિવારના તમામ સભ્યો હાલ ગરમી હોવાથી બહાર ખુલ્લામાં સુઈ ગયા હતા . દરમિયાન મધરાત્રે અચાનક કાચા મકાનમાં અંદરના ભાગેથી અગન જ્વાળાઓ બહાર ડોકિયું કરતી જાેવા મળી હતી.જેથી આજુબાજુના રહીશો અને પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી

અને ઉપલબ્ધ પાણીના જથ્થા વડે છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ આગ બેકાબુ બની તમામ ઘરવખરી સહિત આગમાં લપેટાઈ ગયું હતું .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.