ગોધરા LCB IPL પોલીસે કુલ ૪,૨૯,૩૦૦ નો જુગારનો મુદ્દામાલ કબ્જે કર્યો

ગોધરા,ગોધરા LCB પોલીસે ગોધરા શહેરમાં માસ્ટર આઇ.ડી. દ્વારા IPL ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડતા બે જુગારીયાઓને પકડી પાડી કુલ રોકડા રૂ .૪,૦૯,૩૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૨ રૂ .૨૦,૦૦૦ એમ મળી કુલ રૂ .૪,૨૯,૩૦૦ નો જુગારનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
ગોધરાના LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમારે બાતમીના આધારે ધર્મેન્દ્ર ઉર્ફે દીપાભાઇ મગનલાલ ધનાણી રહે . બહારપુરા ગોધરા તથા મયુર મનોજભાઇ માનવાણી રહે . બહારપુરા ગોધરા ભેગા મળી ગોધરા બસ સ્ટેન્ડ રોડ પશુ દવાખાનાની સામે આવેલા ટોટલ ધમાલના ખુલ્લા સેલ ખાતે સને .૨૦૨૨ માં IPLની મેચો રમાતી હતી.
ક્રિકેટ મેચોની ઓનલાઇન માસ્ટર આઇ.ડી. દ્વારા હારજીતનો હીસાબ કીતાબ આજ રોજ કરવા બેસેલ હોય તેવી મળેલ હકીકત ના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા બાતમી વાળી જગ્યાએ જુગારની રેઇડ કરતા
( ૧ ) ધર્મેન્દ્ર ઉર્ફે દીપાભાઇ મગનલાલ ધનાણી રહે . સિવીલ હોસ્પીટલની બાજુમાં સંત કવરરામ કોલોની બહારપુરા ગોધરા
( ૨ ) મયુર મનોજભાઈ માનવાણી રહે . સિવીલ હોસ્પીટલની બાજુમાં સંત કવરરામ કોલોની બહારપુરા ગોધરા નાઓ પોલીસ ના હાથે ઝડપાઈ ગયા હતા .
દરમ્યાન પોલીસે તેઓ પાસેથી રોકડા રૂપિયા કુલ રૂ .૪,૦૯,૩૦૦ અને ફોન નંગ- ૨ રૂ . ૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો તેમજ ધર્મેન્દ્ર ઉર્ફે મુલ્લુ ગોરધનદાસ મુલચંદાણી રહે . બામરોલી રોડ જલારામનગર ગોધરાની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી .
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા