ગોપાલપુરા ગામ પાસેથી પાસ પરમીટ વગર ગ્રેવલ મિનરલ્સ ભરેલું ડમ્પર ઝડપાયું

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) વિરપુર તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી આરટીઓ ઢીલી નીતિના કારણે તાલુકામાં ઓવરલોડ તેમજ સફેદ પથ્થર ભરેલીઓ ગાડીઓની બે રોકટોક પાસ પરમીટ વગર ફરી રહી છે.
ત્યારે વિરપુર બાલાસિનોરના જીડ્ઢસ્ અને મહિસાગર જીલ્લાના નાયબ કલેકટર એચ ટી મકવાણા દ્રારા પાસ પરમીટ વગર ગેરકાનૂની રીતે ઓવરલોડ ડફંર ઝડપ્યું હતું અને ડફંર માલીક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર લિંમડીયા રોડ પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન ગોપાલપુરા વિસ્તારથી ડફંર આવી રહ્યું હતું ડફંર ચાલકની પુછતાછ હાથ ધરતા પાસ પરમીટ વગર ગ્રેવલ મિનરલ્સ ભરી ગેરકાયદે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી રહ્યા હતા.
જે બાબતને લઈને ગેરકાનૂની રીતે ગ્રેવલ મિનરલ્સ ભરેલ ડફંર ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઈનલિગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ ૨૦૧૭ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.*