ગોમતીપુરઃ હુમલાના કેસમાં સાક્ષી મેટ્રોનાં સિક્યુરીટી ગાર્ડ પર ત્રણ શખ્સોનો હુમલો
સાક્ષી હોવાથી ત્રણેય શખ્સો અવારનવાર ગાર્ડ સાથે ઝઘડો કરતાં હતા
અમદાવાદ: મેટ્રો પ્રોજેક્ટની સાઈટ ઊપર ફરજ બજાવતાં સિક્યુરીટી ગાર્ડને તેની ઓફીસમાં ઘુસીને કેટલાંક ત¥વોએ છરીનાં ઘા માર્યાની ઘટના બનતાં ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં ઘાયલ વ્યÂક્ત અગાઉ મિત્રનાં પુત્રનાં ઝઘડામાં સાક્ષઈ હોઈ આરોપીએ તેમની ઊપર હુમલો કર્યાનું બહાર આવ્યું છે. મેટ્રોની સાઈટ પર ઘટના બનતા હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. બાદમાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
હુમલાનો ભોગ બનનાર અશોકભાઈ ચૌહાણ (૫૦) ગોમતીપુર નગરી મીલ સામેની એક ચાલીમાં રહે છે અને ખાનગી કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગયા વર્ષે દિવાળીના આગલા દિવસે તેમનાં મિત્રનાં પુત્ર સંજય શ્રીમાળી સાથે રોશન ઉર્ફે રેન્યુ કનુભાઈ સોલંકી (કેશાબલ્લુની ચાલી, ગોમતીપુર)એ ઝઘડો કરીને જીવલેણ હુમલો કર્યાે હતો. જે અંગેની ફરીયાદમાં અશોકભાઈ ચૌહાણ સાક્ષી છે. જેની અદાવત રાખીને રોશન અવારનવાર અશોકભાઈ સાથે ઝઘડો કરે છે. મંગળવારે રાત્રે 8 વાગ્યે અશોકભાઈ નોકરી પતાવી મેટ્રો સ્ટેશનની સાઈટ ઉપર, રાજપુર ટોલનાકા ચાર રસ્તા નજીક પોતાની સિક્યુરીટીની ઓફીસે ગયા
ત્યારે રોશન અને તેનાં બે સાગરીતો ઓફીસની બાજુમાં પેશાબ કરવા લાગ્યા હતાં. અશોકભાઈએ તેમ કરવાની ના પાડતાં રોશન તથા તે બે સાગરીતો તેમનાં પર તુટી પડ્યા હતા અને ગડદાપાટુનો માર માર્યાે હતો. ઊપરાંત લાકડી લઈ માથામાં મારતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતાં. ઘટનાને કારણે અન્ય લોકો આવી જતાં ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતા. અશોકભાઈએ આ અંગે ગોમતીપુરમાં ફરિયાદ નોંધાવી છે.