ગોમતીપુરમાંથી ભેદી સંજાગોમાં સોળ વર્ષીય બાળકી ગુમ
અમદાવાદ: ગોમતીપુરમાં નાનીનાં ઘરે રહેતી સોળ વર્ષીય બાળકીને ભાઈ સાથે ઝઘડો થયા બાદ અચાનક જ ગુમ થતાં ચિંતાતુર નાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરીયાદ મળતાં જ પોલીસે સગીર બાળકીની શોધખોળ હાથ ધરી છે.
સવિતાબેન મેવાડા, મોટા વણકરવાસ, ગોમતીપુર ખાતે રહે છે. સંતાનમાં તેમને બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં મોટી દિકરી અમીતાનાં બીજા લગ્ન થતાં પ્રથમ લગ્નથી થયેલાં સંતાન ભાવેશ અને મોન્સુ ઊર્ફે પમ્મી સવિતાબેનનાં ઘરે રહેતાં હતાં.
ગઈકાલે ભાવેશ અને ૧૬ વર્ષીય મોન્સુને મોબાઈલ ફોનમાં આવેલા મેસેજ બાબતે ઝઘડો થયો હતો. જેથી સવિતાબેને બંનેને છુટા પાડતાં ભાવેશ ઘર બહાર ગયો હતો. જ્યારે બપોરે સાડા ત્રણનાં સુમારે પમ્મી પણ કોઈને કહ્યા વગર અચાનક ગાયબ થઈ હતી. સવિતાબેનને જાણ થતાં તેમણે બુમાબુમ કરી મુકી હતી. બાદમાં દરેક સ્થળે તપાસ કરવા છતાં ન મળી આવતાં તેમણે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ કરી હતી.