ગોમતીપુરમાં પોલીસની મોટી કાર્યવાહીઃ બે જુગારધામ પર દરોડાઃ ૨૩ની અટક
અમદાવાદ: શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ ખુબ જ વધી ગઈ છે ખાસ કરીને દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ પ્રશાસનના કેટલાય પ્રયત્નો છતા અટકતી નથી આ બંને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ લોકડાઉનમાં દરમિયાન પણ ચાલુ રહી હતી અને ત્યારબાદ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામા આવી રહી છે આ પરીÂસ્થતિમાં ગોમતીપુરમાં સ્થાનિક પોલીસેની ટીમોએ અલગ અલગ બે રેઈડ કરીને કુલ ૨૩ જેટલા જુગારીઓને ઝડપી લેતા ચકચાર મચી છે જ્યારે કાગડાપીઠ પોલીસે પણ એક જુગારખાનું ઝડપી લીધુ છે.
ગોમતીપુર પોલીસને બાતમી મળતા જ કુખ્યાત સાજીદખાન ઉર્ફે ે ચીનો છોટેખાન પઠાણ, (રહે દેવી પ્રસાદની ચાલી, ઉષા સિનેમા રોડ ગોમતીપુર)ના જુગારધામ પર દરોડા પાડ્યો હતો સાંજે છ વાગ્યાના સુમારે ગોમતીપુર માસ્ડેન મીલની ચાલી મા મહેતાબ મજીલના બીજા માળે પોલીસ ત્રાટક્તા મોટા પાયે ચાલતા જુગારધામ હડકંપ મચ્ચો હતો અને જુગારીઓને નાસભાગ કરી મુકી હતી જેના પરીણામે પોલીસે તમામને ઘેરીને તેમની અટક કરી હતી આ દરમિયાન વસીમ આલમ (હાજી ગફારની ચાલી) નામનો એક શખ્શ પોલીસને જાઈ ભાગવા જતા ગેલેરીમાંથી નીચે પટકાતા તેને શરીરે ઈજાઓ થઈ હતી પોલીસે દરોડા દરમિયાન સુત્રધાર સાજીદખાન સહીત બાર જુગારીઓને ઝડપી લીધા હતા
જ્યારે ઘટના સ્થળેથી બે મોબાઈલ ફોન જુગારના સાધનો અને રોકડ રકમ સહીતના કુલ સિત્તેર હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બીજા દરોડો સાંજે ગોમતીપુર ઝુલતા મિનારા મસ્જીદના છાપરામાં ખાડાવાળી ચાલીમાં પાડવામાં આવ્યો જ્યા નારણ ઉર્ફે રાજુ ટાલીયો સોલંકી જુગારધામ ચલાવતી હોવાનું બહાર આવ્યુ હતુ પલીસને જાઈને જુગારીઓ ચોકી ઉઠ્યા હતા જા કે અહી પણ પુરતી તૈયારી સાથે આવેલી પોલીસે જુગારધામના સંચાલક નારણ ઉર્ફે રાજુ ટાલીયા સહીત અગિયાને ઝડપી લીધા હાત જ્યારે સાત મોબાઈલ ફોન રોકડ સહીત રૂપિયા બાવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આવી જ કામગીરી કાગડાપીઠ પોલીસે એએમટીએસ કવાર્ટસ સીઓનજી પંપની બાજુમાં જમાલપુર કરી હતી જેમા યાસીન મસ્તગુણ પઠાણ નામનો જુગાર સંચાલક પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની માહીતી મળી હતી આ માહીતીને આધારે કાર્યવાહી કરતા પોલીસે યાસીન સહીત આઠ જુગારીઓ અટક કરી હતી અને ૧૫૦૦૦૦ના આઠ મોબાઈલ ફોન, વાહનો રોકડ રૂપિયા સહીત ૩ લાખ ૭૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.