ગોમતીપુરમાં પ્રેમલગ્ન કરનાર યુવતી અને તેની માતા પર સાસરીયાઓનો હુમલો
પોલીસે ચાર વ્યક્તિ વિરુધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, ગોમતીપુર વિસ્તારમાં યુવક- યુવતીને પ્રેમસંબંધ બંધાતા યુવતીના પરિવારની મરજી વિરુધ્ધ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા જેની અદાવત રાખી યુવતીના પરીવારે યુવકના ઘરે જઈ વાહનમાં તોડફોડ કરી હતી બાદમાં યુવક ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો તેના બચાવમાં આવેલી માતાને પણ લાકડાનો દંડો મારતા તેમને ઈજા થઈ હતી આ ઘટનાની ફરીયાદ બાદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે પાર્થ જીતેન્દ્રભાઈ મકવાણા અબુ કસાઈની ધાબાવાળી ચાલી, પોસ્ટ ઓફીસ સામે, ગોમતીપુર ખાતે રહે છે અને વિડીયોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરે છે નજીકમાં હીરાલાલની ચાલી ખાતે રહેતી શ્રુતી સાથે પ્રેમસંબંધ બંધાતા બંનેએ જુન મહીનામાં લગ્ન કર્યા હતા જેની અદાવત રાખી ગુરૂવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે પાર્થ, શ્રુતિ તથા પાર્થના માતા જશોદાબેન ઘરે હાજર હતા એ સમયે શ્રુતિના પિતા કુંદનભાઈ મકવાણા તેમના ઘર બહાર આવી ગાળો બોલી પથ્થરો મારવા લાગ્યા હતા જેથી પાર્થે બહાર આવી શાંત કરવાનો પ્રયાસ કરતા કુંદનભાઈએ તેના માથામાં તલવાર મારી હતી બાદમાં બીજાે ઘા મારવા જતાં પાર્થે તલવાર પકડી લેતા હાથમાં વાગ્યુ હતું જયારે શ્રુતીના ભાઈ બોબી ઉર્ફે મન એ તેને ગડદાપાટુનો માર માર્યો હતો આ દૃશ્ય જાેઈ દિકરાને છોડાવવા વચ્ચે પડેલી માતા જશોદાબેનને પણ માથામાં દંડા માર્યા હતા.
આ દરમિયાન રહીશો એકઠા થઈને વચ્ચે પડતાં તમામ ત્યાંથી જતા રહયા હતા. પાર્થ અને તેની માતાએ સારવાર લીધા બાદ આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે કુંદનભાઈ તેમની પત્ની સહીત ચાર શખ્શો વિરુધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.