ગોમતીપુર ત્રિપલ તલાકનો બનાવ
અમદાવાદ:કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો હોવા છતા અવારનવાર ત્રિપલ તલાક ઘટના બહાર આવતી હોય છે તાજેતરમાં જ ગોમતીપુરમાં પુત્ર વાંરછીત પુરુષે પત્નીને બે પુત્રીઓ અવતરતા ત્રણ તલાક આપાવનો કિસ્સો બન્યો છે બાદમા પત્નીએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિસા તથા ત્રિપલ તલાકની ફરીયાદ નોધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હલીમાબીબી શેખના લગ્ન દસ વર્ષ અગાઉ અબ્દુલ કાદીર શેખ સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમા બે પુત્રીઓનો જન્મ થયો હોત લગ્ન બાદથી જ અબ્દુલભાઈ હલીમાબીબી પર શંકા વહેમ રાખીને સામાન્ય બાબતોમાં લઈને લડાઈ કરતા ્ને ઢોર માર મારતો બીજી દિકરીનો જન્મ થતા જ અબ્દુલભાઈએ માટે તો પુત્ર જાઈએ છે તે બે દિકરીઓ આપી છે કહીને તેમની સાથે મારઝુડ કરતા હતા.
તેમ છતા પોતાનો ઘર સંસાર બગડે નહિ તે માટે હલીમાબીબી તમામ ત્રાસ સહન કરતા હતા
આ દરમિયાન બે દિવસ આગઉ અબ્દુલભાઈ બપોરે ઘરે જમવા માટે આવ્યા હતા અને એ બાબતે હલીમાબીબી સાથે ઝગડો કરી તેમને ઢોર માર મારતા હલીમાબીબીના માતા અને અન્ય પાડોશીઓ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા જેના કારણે વધુ ઉશ્કેરાઈ જઈ અબ્દુલભાઈએ હલીમાબીબીને ત્રણ વખત તલાક કરીને તલાક આપી દીધા હતા.
આ ઘટના સમસમી ગયેલા હલીમાબીબી પુત્રીઓને લઈ ગોમતીપુર પોલીસ સ્ટેશને પહોચીને સામી ઘટના પોલીસ સમક્ષ વર્ણવતા અબ્દુલકાદીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.