ગોમા સિંચાઈ યોજનાના કામ ત્વરિત પૂર્ણ કરવા ખેડુતોની રજુઆત

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કાલોલ તાલુકામાં થી પસાર થતી ગોમા સિંચાઇ યોજનાના કામો પુર્ણ કરવા અને બજેટમાં જાેગવાઇ કરવા રાજ્ય ના મુખ્યમંત્રી ને જીલ્લા કલેકટર મારફતે સ્થાનિક ખેડૂતો એ લેખિત રજૂઆત કરી હતી
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા પાસેથી પસાર થતી ગોમા નદી પર જે તે સમયે રૂપિયા ૨૦ કરોડના ખર્ચે ડેમ મંજુર કરેલ હતો. અને ખેડૂતોની જમીન સંપાદન કરેલ હતી. આ ડેમ બનાવવા માટે ડુબમાં જતી જમીનોનું વળતર જે તે વખતે ખેડુતોને ચુકવી દીધેલ છે.
ડેમમાં ડુબી જતી જંગલની જમીનના બદલમાં બમણી જમીન જંગલ ખાતાને આપવાની હતી. તે જમીન તે વખતના પંચમહાલ જિલ્લાના લીમખેડા તાલુકામાં આપી દીધેલ છે. ડુબમાં જતા નાના-મોટા વૃક્ષો પણ તે જમીનમાં ડેમના ખર્ચે વાવેતર થઇ ગયેલ છે.
આ સિંચાઇ યોજના ટ્રાયબલ વિસ્તારમાં આવેલ છે.ગોમા નદી પર મંજુર થયેલ ગોમા ડેમની બન્ને સાઇટ કાચી માટીના પાળા બનાવેલ છે. ફકત મુખ્ય નદીના ભાગમાં આર.સી.સી. લોખંડ કાંકરેટ બાંધકામ બાકી છે.
આ ડેમ બનાવવાને કારણે ધુસર, નાંદરખા, વેજલપુર, ચોરાડુંગરી, સુરેલી, અલાલી, રામનાથ, દેલોલ, કાલંત્રા, ખરસાલિયા, ભાદરોલીખુર્દ, બેઢીયા, કરાડા, ખડકી, શામળદેવી, ખંડવાળ, પીંગળી, નેસડા અને ડેરોલ સ્ટેશન જેવા ગામોની ૩૦,૦૦૦ એકર જમીન પિયત વિસ્તારને આવરી શકાય તેવા ડેમનો કમાન વિસ્તાર છે.
જે તે સમયે વીસ કરોડ (૨૦)ની યોજના હતી. જેની વેજલપુર મુકામે કોલોની બનાવેલી છે. ડેમ સાઇડ જવાનો પાકો રસ્તો છે. તથા ડેમના સ્થળે સ્ટાફ કોલોની બનેલ છે. ફકત નદીમાં આર.સી.સી. આડ બંધ બાંધવાનો હોય તે કામો સત્વરે પુરા કરવા માટે સ્થાનિક ખેડૂતો એ રાજ્ય ના મુખ્યમંત્રી ને જીલ્લા કલેકટર મારફતે બે ધારાસભ્ય ની ઉપસ્થિત માં રજૂઆત કરી હતી અને વધુ માં જણાવ્યું છે કે આ યોજના માં ૫૦ વર્ષ થયા હોવા છતાં યોજનાનું કામ થયું નથી.