ગોરખનાથ મંદિર પર વીજળી પડતા શિખરને નુકશાન
જુનાગઢ, રાજ્યભરમાં અચાનક આવી રહેલા વાતાવરણના પલટા વચ્ચે અનેક જગ્યાએ ભારે વરસાદથી સાથે સાથે વીજળી પડવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ત્યારે આ વચ્ચે ગીરનાર પર્વત પર પણ વરસાદ વરસ્યો હતો અને આ સાથે ગીરનાર પર્વત પર આવેલ ગોરખનાથ મંદિર પર વીજળી પડવાની ઘટના પણ બની છે.
ભારે વરસાદની સાથે ગીરનાર પર્વતના શીખર પર આવેલા ગોરખનાથ મંદિર પર વીજળી પડી હતી, જેમાં મંદિરનું શિખર અને તેની આસપાસનો અમુક ભાગ ધરાશાયી થયો હતો. જાે કે બીજી બાજુ આ વીજળી પડવાના કારણે કોઈ મોટી જાનહાનીના થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે,નવરાત્રીના પહેલા દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ નવરાત્રીની મજા બગાડી હતી. નવરાત્રીના પહેલા દિવસે અમદાવાદના અનેક વિસ્તારોમાં સાંજે ચાર વાગ્યા બાદ એકાએક જાેરદાર વરસાદ તૂટી પડ્યો હતો.HS