ગોરખપુરની પુત્રીએ મિસેજ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાનો પુરસ્કાર જીત્યો

b ઉત્તરપ્રદેશના ગોરખપુર માટે એક ગર્વ કરનાર સમાચાર સામે આવ્યા છે અહીંની અનુમેહા તોમરે મિસેજ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ૨૦૨૦નો પુરસ્કાર જીત્યો છે. અનુમેહાએ ૧૦માં અભ્યાસ એચપી ચિલ્ડ્રેન એકેડેમી અને ૧૨માંનો અભ્યાસ લિટિસ ફલાવર સ્કુલમાંથી પુરો કર્યાે હતો.
સ્નાતકનો અભ્યાસ દીનદયાલ ઉપાધ્યાય વિશ્વ વિદ્યાલય ગોરખપુરથી કર્યો છે પુરસ્કાર જીતવા પર અનુમેહાએ ખુશી વ્યકત કરી અને કહ્યું કે પરિવારના સભ્ય હજુ પણ ગોરખપુરમાં રહે છે રાજ સુરી મિસેજ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ૨૦૨૦નો ફાઇનલ મુકાબલો ૩૧ ડિસેમ્બરની મધ્યરાત્રિએ સિડનીમાં થયો હતો.તેાં તમામ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો પરંતુ અનુમેહા નિર્ણાયક મંડળના સભ્યોને વિશ્વાસ અપાવવામાં સફળ રહી હતી ભવ્ય સમારોહમાં અનુમેહાને ક્રાઉન પહેરાવવાની જાહેરાત કરવામાં આવી હતી આ સાંભી અનુમેહા ખુશીથી ઉછળી પડી હતી ભારતની ૨૯ વર્ષય અનુમેહાએ એકાઉન્ટર એન્ડ કોમર્સમાં એમબીએ કર્યું છે ભારતમાં છ વર્ષ સુધી રિયલ એસ્ટેટ સેકટરમાં કામ કર્યું છે હવે ઓસ્ટ્રેલિયાની ફાઇનેંસ કંપનીમાં કાર્યરત છે તેનો પતિ ચાર્ટર્ડ એકાઉન્ટેટ છે.
અનુમેહાએ કહ્યું કે મિસેજ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાનું આયોજન ૨૦૦૧થી થઇ રહ્યું છે આ વખતે બાજી ગોરખપુરની પુત્રીએ મારી છે છ જુન ૧૯૯૧માં ગોરખપુરમાં જ જન્મેલી અનુમેહાના પિતા આર્થોપેડિક સર્જન હતાં માતા શિક્ષિકા છે ફોઇ ગોરખપુર વિશ્વ વિદ્યાલયમાં ભણાવે છે પુરસ્કાર જીત્યા બાદ પરિવારના લોકો તેને યાદ કરી રહ્યાં છે અને ખુશી વ્યકત કરી રહ્યાં છે.
અનુમેહા નવેમ્બર ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયા ગઇ હતી તેને મોડલિંગનો શોખ હતો આથી સ્પર્ધાની તૈયારીમાં લાગી ગઇ હતી પતિના સારા સહયોગ મળ્યો અને પરિણામ સામે આવ્યું.અનુમેહા સોશલ મીડિયા પર સક્રિય રહે છે અને યુ ટયુબ એકાઉન્ટ અને ઇસ્ટાગ્રામ પેજ દ્વારા બેબાક મત રાખે છે તે મહિલાઓ અને યુવતીઓની આત્મનિર્ભરતાની હિમાયતી છે.HS