ગોરખપૂરમાં ચાર શંકાસ્પદ આતંકવાદી જોવા મળ્યા
નવીદિલ્હી, (રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ દિવાળી પર આતંકવાદી હુમલાની ચેતવણી જારી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચાર શંકાસ્પદ આતંકવાદીઓને શોધી કાઢવામાં આવ્યા છે. એસએસબી અને યુપી પોલીસના જવાનો નેપાળ બોર્ડર પર સઘન શોધખોળ કરી રહ્યા છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ નેપાળ માર્ગ દ્વારા ભારત પ્રવેશ્યા હતા અને ૧૭ ઓક્ટોબરે દિલ્હીમાં એકઠા થશે. તેઓ બધા શિફ્ટ ડિઝાયર કારમાં સવાર છે. સુરક્ષા એજન્સીઓએ જે વાતચીત રેકોર્ડ કરી છે તે કહે છે કે કેટલાક શંકાસ્પદ લોકો કાશ્મીરથી દિલ્હી પહોંચશે. આને કારણે સુરક્ષા દળો દિલ્હી અને યુપી સહિતના ઘણા રાજ્યોમાં ખાસ તકેદારી રાખી રહ્યા છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓના દેખાવ પણ સુરક્ષા એજન્સીઓની પાસે છે. જેના આધારે એજન્સીઓએ તેમની શોધખોળ શરૂ કરી છે.