ગોરમાનો વર કેસરિયો ને નદીએ નાહવા જાય રે ગોરમા…..””.
બાયડ તાલુકામાં ગૌરીવ્રત અને જયા પાર્વતી ના વ્રત નું પૂજન કરાયું. બાયડ તાલુકાના ઋણમુક્તેશ્વર મંદિર બાયડ ગામમાં સોમનાથ મહાદેવ તથા વૈજનાથ મહાદેવ તેમજ વાત્રકના ધારેશ્વર મહાદેવ મંદિરમાં ગૌરી વ્રત અને જયાપાર્વતીના વ્રત નું પૂજન અર્ચન કરવામાં આવ્યું તેમાં મંદિરના પુજારી દ્વારા મંત્રોચ્ચાર કરીને પૂજન અર્ચન કરવામાં આવે છે આજે ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતની ઋણમુક્તેશ્વર મહાદેવ ના પૂજારી તરુણ ભટ્ટ દ્વારા ગૌરીવ્રત અને જયાપાર્વતીના વ્રત વિશે વ્રતનો મહિમા સમજાવવામાં આવ્યો હતો
અષાઢ સુદ અગિયારસથી શરૂ થનારું કુમારિકાઓને મનભાવન ભરથારની એટલે કે પતિ પ્રાપ્ત કરાવનારું ગૌરીવ્રત અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્ત કરાવતું જયા પાર્વતી વ્રતની શરૂઆત થઈ રહી છે, તેનો મહિમા કંઇક આવો છે
શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતો કર્યા હતા. વ્રત દ્વારા જ પાર્વતીજીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકા પોતાને મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવે છે.