ગોરેગાંવથી ૫ લાખના ડ્રગ્સ સાથે નાઈઝિરિયન જબ્બે

પ્રતિકાત્મક
મુંબઈ, એનસીબીએ દેશની આર્થિક રાજધાની મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. એનસીબીએ આ દરોડા દરમિયાન એક નાઈજિરિયન ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલરની પાસેથી લગભગ પાંચ લાખ રૂપિયાનુ ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યુ છે. એનસીબીએ કાલે મોડી રાતે આ દરોડા પાડ્યા હતા. નાઇજિરિયન શખ્સ નજીક જે ડ્રગ્સ જપ્ત થયુ છે તેને એમડી ડ્રગ્સ કહેવામાં આવે છે. જેની કિંમત પાંચ લાખ રૂપિયા છે. હાલ આરોપી નાઈજિરિયન વિરૂદ્ધ કેસ નોંધી લેવાયો છે અને તેને કોર્ટમાં રજૂ કરી દેવાયો છે.
છેલ્લા એક વર્ષથી એનસીબીએ અત્યાર સુધી ૩૨ નાઈજિરિયન ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરી છે. આ ડ્રગ પેડલર્સની પાસેથી અલગ-અલગ પ્રકારના કુલ ૫૦ કરોડથી વધારે કિંમતના ડ્રગ્સ જપ્ત થયા છે.SSS