Western Times News

Gujarati News

ગોલ્ડનબ્રીજને સમાંતર બની રહેલા નવા ફોરલેન નર્મદા મૈયા બ્રીજની કામગીરી પૂર્ણતાને આરે

૨૦૨૧ ના નવા વર્ષમાં નવા બ્રીજની ભેટ મળશે તો ટ્રાફિકની સમસ્યા થી છુટકારો થશે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: નર્મદા નદી પર ભરૂચ – અંકલેશ્વરને જોડતા ગોલ્ડનબ્રીજને સમાંતર બની રહેલ માં નર્મદા મૈયા બ્રીજની કામગીરી પૂર્ણતાને આરે છે.૨૦૨૧ ના નવા વર્ષમાં ભરૂચવાસીઓને નવા બ્રીજની ભેટ મળતા વિકટ બનેલ ટ્રાફિક સમસ્યામાં રાહત થશે.

નેશનલ હાઈવે નંબર ૪૮ પર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ માટે કેબલ સ્ટેઈડ બ્રીજની સાથે ગોલ્ડનબ્રીજને સમાંતર નવો ફોરલેન બ્રીજ મંજુર કરવામાં આવ્યો હતો.આજથી પાંચ વર્ષ પહેલા ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યા બાદ બ્રીજને નર્મદા મૈયા બ્રીજ નામ આપવામાં આવ્યું હતું.સરદાર બ્રીજ પર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાયા કરે છે.જેને પગલે નાના ફોર વ્હીલર વાહનોનું ડાયવર્ઝન ગોલ્ડન બ્રીજ તરફ વળતો હોઈ ગોલ્ડન બ્રીજમાં પણ ટ્રાફિકજામ સર્જાતી હતી.

જેનાથી અંકલેશ્વર ખાતે અપડાઉન કરતા નોકરિયાતોને સહીત અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ભરૂચની જનતાને પણ સમસ્યાઓ વેઠવી પડતી હોય છે.

નર્મદા મૈયા બ્રીજનું કામ હવે ટુક સમયમાં પૂર્ણ થશે ત્યારે ભરૂચની જનતાને ટ્રાફિકજામની સમસ્યા માંથી રાહત મળશે.નર્મદા મૈયા બ્રીજનુ કામ ગોકળગતિએ ચાલતા બ્રીજની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હતો.હાલ નર્મદા મૈયા બ્રીજનું ૭૫ ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે અને નર્મદા મૈયા બ્રીજ બે થી ત્રણ મહિનામાં પૂર્ણ થાય તેવી સંભાવના છે.

ધારાસભ્ય દુષ્યંત પટેલે આ અંગે જણાવતા કહ્યુ હતુ કે નર્મદામૈયા બ્રીજની ડીઝાઈનમાં પણ વખતો વખત બદલાવ કરવામાં આવ્યો હતો.પહેલા શીતલ સર્કલની આગળ થી ફલાયઓવર શરૂ કરવાનું નકકી કરાયુ હતુ.નવો બ્રીજ બની ગયા બાદ તેના પર થી ભારદારી સહિતના વાહનોની અવરજવર વધી જશે.

શીતલ સર્કલ થી એબીસી સર્કલ તરફ જતા ચાર થી વધારે કોલેજો અને ક્રોસિંગ આવેલા હોવાથી અકસ્માત થવાનો ભય રહેલો હોઈ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ફલાયઓવરને પોલીટેકનીક કોલેજ સુધી લંબાવવા માટે રાજય સરકારમાં દરખાસ્ત કરી હતી.જેની મંજૂરી મળતા ફ્લાયઓવરને લંબાવવામાં આવ્યો હતો.

ગોલ્ડન બ્રીજની સમાંતર બની રહેલા નવા નર્મદા મૈયા બ્રીજ પૂર્ણ થવાને થોડો સમય છે.ત્યારે નર્મદા મૈયા બ્રીજ તૈયાર થતા ભરૂચવાસીઓને ૨૦૨૧ ના નવા વર્ષ માં ટ્રાફિક સમસ્યા માંથી છુટકારો મળશે તેમ લાગી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.