ગોલ્ડન કટાર ડિવિઝને સૌરાષ્ટ્રમાં ચક્રવાતી તોફાન “મહા” માટે 10 ટુકડી સજ્જ
ગાંધીનગર સ્થિત એસઇઓસીએ ગોલ્ડન કટાર ડિવિઝનને રાજ્ય સરકારની કોઈ પણ અનિચ્છિનિય સ્થિતિને પહોંચી વળવા અને સહાય કરવા તૈયાર રહેવાની વિનંતી કરવામાં આવી છે. ડિવિઝન કોઈ પણ સંભવિત સ્થિતિ માટે 30 સ્ટેન્ડબાય રાહત ટીમો સાથે સજ્જ છે. ગોલ્ડન કટાર ડિવિઝન એસઇઓસી, નેવલ ઇન્ટેલિજન્સ અને ગ્રૂપ ટ્રૂપ્સ સાથે સમાંતર સંચાર જાળવી રહી છે, જેથી જ્યારે અને જ્યાં જરૂર પડે ત્યાં સમયસર રાહત અને રાહત કામગીરી માટે પર્યાપ્ત સંખ્યામાં પૂર રાહત ટુકડી ઊભી થાય. દરેક રાહત ટુકડી તાલીમબદ્ધ મેનપાવર, હોડીઓ, તબીબી રાહતની ચીજવસ્તુઓ અને ડૉક્ટર્સ/નર્સિંગ આસિસ્ટન્ટ સાથે સજ્જ છે, જેથી કોઈ પણ જાનહાનિ ટાળવા ઝડપથી રાહત કામગીરી હાથ ધરી શકાય.
એર માર્શલ શ્રીકુમાર પ્રભાકરન વીએમએ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનાં સીનિયર એર સ્ટાફ ઓફિસર તરીકે પદભાર સંભાળ્યો
અમદાવાદ, એર માર્શલ શ્રીકુમાર પ્રભાકરન વીએમએ 04 નવેમ્બર, 2019નાં રોજ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનાં હેડક્વાર્ટરનાં સીનિયર એર સ્ટાફ તરીકે જવાબદારી સંભાળી હતી. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં ગ્રેજ્યુએટ છે અને 22 ડિસેમ્બર, 1983માં ભારતીય વાયુદળમાં ફાઇટર પાયલોટ તરીકે જોડાયા હતા. તેમણે 4800થી વધારે કલાક સિંગલ એન્જિન ફાઇટર/ટ્રેનર એરક્રાફ્ટ તરીકે પસાર કર્યા છે. તેઓ ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનમાં પણ ગ્રેજ્યુએટ છે અને નવી દિલ્હી સ્થિત પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ કોલેજનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.