ગોલ્ડન બ્રીજ ઉપરથી નર્મદા નદીમાં યુવકની મોતની છલાંગ
નદીમાં પડ્યા બાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને યુવાનને નાવડી ચાલકોએ બહાર કાઢ્યો.
ભરૂચ: ભરૂચના ગોલ્ડન બ્રીજ ઉપર થી અજાણ્યા વ્યક્તિએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવ્યા બાદ બ્રીજના પીલરની લોખંડની એંગલ સાથે લટકી બૂમાબૂમ કરતા માછીમારોએ તેને બચાવી બહાર કાઢ્યો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના ગોલ્ડન બ્રીજ ઉપર થી એક અજાણ્યા વ્યક્તિએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી.ત્યાર બાદ મોતની છલાંગ લગાવનાર વ્યક્તિએ બ્રીજના પીલરની લોખંડની એંગલ સાથે લટકી બૂમાબૂમ કરી હતી.જેના કારણે ગોલ્ડન બ્રીજ ઉપર થી પસાર થતા લોકોએ આ દ્રશ્ય જોઈ પોલીસને જાણ કરતાં પોલીસે પણ માછીમારોની નાવડી મારફતે તેને બહાર કાઢ્યો હતો.
જોકે આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કરનાર યુવાન ભરૂચના લલ્લુભાઈ ચકલા માં આવેલ શ્રીજી એપાર્ટમેન્ટનો જેઠાભાઈ રાજપુરોહિતનો ૨૮ વર્ષીય પુત્ર ઈશ્વર રાજપુરોહિત બેકારી ને લઈ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું.