ગોલ્ડ પર આયાત વેરો ઘટાડીને 7.5 ટકા કરવાથી આયાતને પ્રોત્સાહન
માર્ચ, 2021માં ભારતમાં ગોલ્ડની અસાધારણ આયાત
વૃદ્ધિ માટે જવાબદાર વિવિધ પરિબળોઃ
· ગોલ્ડની કિંમતમાં ઘટાડાને રોકાણકારો તક તરીકે જુએ છે, કારણ કે હાલના ભાવ ભવિષ્યમાં જળવાઈ ન રહે એવું બની શકે છે
· ઓછી આધારભૂત અસર, કારણ કે કોવિડ-19 રોગચાળાને કારણે માર્ચ, 2020માં 28 ટન ગોલ્ડની આયાતથી થઈ હતી
· અમેરિકા, બ્રિટન વગેરે જેવા વિવિધ નિકાસ બજારોમાં લોકડાઉનના નિયમોમાં છૂટછાટ અને ભારતમાં લગ્નસરાની સિઝન
મુંબઈ, માર્ચ 2021માં વિવિધ પરિબળોને પગલે ગોલ્ડની આયાતમાં વધારો થયો હતો, જેના પરિણામે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ચાલુ વર્ષે આયાત 471 ટકા એટલે કે 160 ટન થઈ હતી. જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના જણાવ્યા મુજબ,
આ વૃદ્ધિ માટે લોકડાઉનમાં છૂટછાટ પછી અમેરિકા, બ્રિટન જેવા નિકાસબજારોમાંથી જેમ એન્ડ જ્વેલરી ઉત્પાદનો માટે માગમાં વધારો, ભારતમાં લગ્નસરાની સિઝન, બિઝનેસ અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં સુધારો તેમજ ગોલ્ડની કિંમતમાં તાજેતરમાં થયેલો ઘટાડો જેવા પરિબળો જવાબદાર હતા.
ગોલ્ડ માટેની માગમાં ઘણા પરિબળો પ્રેરક બન્યા હતા, જેમાં કથિત સમયગાળા દરમિયાન સ્થાનિક બજારોમાં અને વિવિધ દેશોમાં તહેવારની સિઝન, ખાણ અને નિકાસની કામગીરીનો ફરી પ્રારંભ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉત્પાદન સંબંધિત કામગીરીની ફરી શરૂઆત, રસીનો વિકાસ અને રસીકરણની શરૂઆત તેમજ પ્રવાસ સાથે સંબંધિત નિયમોમાં છૂટછાટ જેવા પરિબળો સામેલ છે.
એ ઉપરાંત જીજેઇપીસી દ્વારા આયોજિત વિવિધ વર્ચ્યુઅલ જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ શો અને બાયર સેલર મીટ (વીબીએસએમ)ને પગલે ગોલ્ડની આયાતમાં વધારો થયો હતો. આ પ્રકારના ટ્રેડ શો અને મીટને પરિણામે વિવિધ જેમ અને જ્વેલરી ઉત્પાદનો માટે ભારતીય ઉત્પાદકોને મોટા ઓર્ડર મળ્યાં હતાં.
જીજેઇપીસીના ચેરમેન શ્રી કોલિન શાહે સ્થાનિક માગમાં વધારાએ ગોલ્ડની આયાતને વેગ આપ્યો હોવાનો અભિપ્રાય પુનઃવ્યક્ત કરીને કહ્યું હતું કે, “આપણે ઉચિત તારણ પર પહોંચવા આગામી મહિનાઓમાં સંપૂર્ણ રીતે બજારના ટ્રેન્ડ પર નજર રાખવી પડશે. ઓછી આધારભૂત અસર, ગોલ્ડની કિંમતમાં ઘટાડો, આયાત વેરામાં ઘટાડો જેવા પરિબળોએ આ ગાળામાં દેશમાં આયાતમાં વધારામાં ભૂમિકા ભજવી હોય એવું બની શકે છે. એક મહત્વપૂર્ણ તારણ એ બહાર આવ્યું છે કે, વર્ષ 2018-19માં અંદાજે 80 ટન આયાત થઈ હતી, જે ગયા વર્ષે ઘટીને 50 ટકા થઈ હતી.”
ગોલ્ડની આયાતમાં વધારા માટે ઓછી આધારભૂત અસર કારણભૂત છે, કારણ કે માર્ચ, 2020માં કોવિડ-19 રોગચાળાને કારણે 28 ટન ગોલ્ડની આયાત થઈ હતી. સામાન્ય રીતે આ મહિનામાં ગોલ્ડની સરેરાશ આયાત 60થી 80 ટન જોવા મળે છે. પણ માર્ચ, 2020માં કોવિડ-19 રોગચાળાને પરિણામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજારોમાં જ્વેલરીની માગમાં મોટો ઘટાડો થયો હતો અને એટલે માર્ચ, 2020માં ગોલ્ડની આયાત ફક્ત 28 ટન થઈ હતી, જે માર્ચ, 2019માં 93 ટન હતી.
કોલિન શાહે ઉમેર્યું હતું કે, “ગોલ્ડની આયાતમાં વૃદ્ધિ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પોઝિટિવ સેન્ટિમેન્ટનો સંકેત છે. મને ચાલુ નાણાકીય વર્ષણાં જ્વેલરીની નિકાસમાં વૃદ્ધિની અપેક્ષા છે.”
ઉપરાંત ગોલ્ડની કિંમતમાં ઘટાડાએ પણ માગમાં વધારો કર્યો છે. ગોલ્ડની કિંમતમાં અસાધારણ ઘટાડો થયો છે તથા ગ્રાહકો અને રોકાણકારો તક તરીકે જુએ છે, કારણ કે હાલના ભાવ ભવિષ્યમાં ન જળવાઈ રહે એવું બની શકે છે. માર્ચ, 2021માં ગોલ્ડની કિંમત ઘટીને સરેરાશ રૂ. 40179 થઈ છે, જે એપ્રિલ, 2020થી ફેબ્રુઆરી, 2021 સુધીના નાણાકીય વર્ષમાં સૌથી ઓછો છે.
ગોલ્ડના આયાત વેરામાં ઘટાડા પછી અધિકૃત માધ્યમો દ્વારા ગોલ્ડની વધારે આયાત થઈ છે. કોલિન શાહે કહ્યું હતું કે, “આયાત વેરામાં ઘટાડાએ અધિકૃત માધ્યમો દ્વારા આયાતને પ્રોત્સાહન મળ્યું છે – સરકારે ગોલ્ડના આયાત વેરામાં કરેલો ઘટાડો બહુ વધારે નથી, પણ એનાથી અન્ય દેશોને સમકક્ષ વેરો લાવવામાં અને અધિકૃત માધ્યમ દ્વારા મેટલની વધારે ઔપચારિક આયાત કરવામાં મદદ મળી છે.”