Western Times News

Gujarati News

ગોળ, ચણા અને સિંગથી છોકરીઓમાં દૂર થયું કુપોષણ

અમદાવાદ, ગુજરાત કુપોષણ સામે લડી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાની એક શાળાના શિક્ષિકાએ દર્શાવ્યું છે કે સરળ વ્યૂહરચના થકી કઠિન લડાઈઓ કેવી રીતે જીતી શકાય છે.

તેમણે સરકાર પાસેથી વધારે પૈસા અથવા ફૂડ પેકેટ્‌સ નહોતા માગ્યા પરંતુ ધો. ૬થી ૮ની ૭૫ જેટલી વિદ્યાર્થીઓને પરંપરાગત સુપર ફૂડ ગોળ, ચણા અને સિંગ ખવડાવીને તેમના વજન અને હિમોગ્લોબિન સહિતના સ્વાસ્થ્યના પરિમાણો મોકલ્યા હતા.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બેચરપુરા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ જિજ્ઞાસા દવેએ કહ્યું હતું કે, સ્ટાફ વચ્ચે થઈ રહેલી કુપોષણ અંગેની વાતચીતથી તેઓ છોકરીઓની હેલ્થની તપાસ કરવા માટે પ્રેરાયા હતા. તેઓ તે વાતથી સચેત હતા કે, કોરોના મહામારીના કારણે લાંબા સમય સુધી સ્કૂલ બંધ રહી હતી.

જેના કારણે મધ્યાહન ભોજનની જાેગવાઈ ન થઈ શકી હતી જે બાળકોના પોષણની સ્થિતિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. જાન્યુઆરી, ૨૦૨૨માં તેમના સર્વેમાં ૭૫ છોકરીઓમાંથી ૨/૩ ભાગની છોકરીઓનું વજન ૩૦ કિલો કરતાં ઓછું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ હતી કે, મોટાભાગની છોકરીઓનું બ્લડ હીમોગ્લોબિનનું લેવલ સામાન્ય ૧૨-૧૫ gms/ dLન્ની સામે ૭ અથવા ૭.૫ હતું.

જ્યારે તેમના લંચ બોક્સ ચકાસવામાં આવ્યા ત્યારે ખુલાસો થયો કે, મોટાભાગની છોકરીઓ માત્ર રોટલી લાવતી હતી અને કેટલીકવાર બટાકાના શાક સાથે ખાતી હતી. નાસ્તા માટે, વિદ્યાર્થીઓ વેફરના પેકેટ અને તીખા પૌંઆ પાછળ ૫થી ૧૦ રૂપિયા વાપરતા હતા.

તે સ્પષ્ટ હતું કે પોષણ ખૂટે છે. અમે બાળકોના જન્મદિવસ પર મીઠાઈઓ વહેંચતા માતા-પિતાને ચોકલેટના બદલે સિંગ, ચણા અને ગોળ લઈને આવવાનું કહ્યું હતું. જ્યારે બોરીઓ ભરીને તે આવ્યું ત્યારે અમે ખાતરી કરી હતી કે દરેક બાળક એક મુઠ્ઠી આ બધું ખાય’, તેમ દવેએ જણાવ્યું હતું.

બીજું પગલું એ હતું કે, શાળાની આસપાસ રહેલી બે દુકાનને પેકેટમાં આવતો નાસ્તો વેચવાનું બંધ કરીને ૫ રૂપિયામાં ચણા, સિંગ અને ખજૂર વેચવાનું કહ્યું હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓને આ પાછળનું કારણ સમજાવતાં તેઓ પ્રયોગને ટેકો આપવા માટે સંમત થયા હતા.

ચાર મહિના બાદના પરિણામો આશ્ચર્યજનક હતા. જિજ્ઞાસા દવેએ કહ્યું હતું કે, ‘મે મહિના સુધીમાં મોટાભાગની છોકરીઓનું હિમોગ્લોબિનનું સ્તર ૯થી ૧૦.૫ની વચ્ચે હતું. જ્યારે કેટલીક છોકરીઓમાં તે ૧૧ જેટલું ઊંચુ હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.