ગોવાના બિચ પર જેલી ફિશનો આતંકઃ ૯૦ લોકો શિકાર
ગોવાના કેલંગ્યૂટ બીચ પર ૫૫થી વધારે કેસ સામે આવ્યા કેન્ડોલિમ બીચ પર ઝેરી માછલીએ ૧૦ લોકોને ડંખ માર્યો
ગોવા, દિવાળીના તહેવારો પછી આ સીઝનમાં લોકો ગોવાના દરિયા કિનારે ફરવા જવાનું વધારે પસંદ કરે છે. ગોવા પોતાના સમુદ્રના કિનારોની ખૂબસૂરતી માટે જાણિતું છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે.
પરંતુ હવે અહીં મસ્તી ભારે પડી શકે છે. ગોવાના બીચો ઉપર ઝેરી જેલી ફિશનો આંતક વધી ગયો છે. બે દિવસોમાં ૯૦ લોકોને જેલી ફિશે ડંખ માર્યા હોવાની ઘટનાઓ બની છે. જેલી ફિશના સંપર્કમાં આવનારા લોકોને ઉપચારની જરૂરિયાત પડી છે. આ ઝેરી માછલીઓની તસવીરો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં ગોવાના કેલંગ્યૂટ બીચ ઉપર જેલી ફિશનો શિકાર થયેલા ૫૫થી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે કેન્ડોલિમ બીચ ઉપર આ ઝેરી માછલીએ ૧૦ લોકોને ડંખ માર્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગોવામાં પણ ૨૫થી વધારે મામલા સામે આવ્યા છે. જેમાં ઝેરી જેલી ફિશનો શિકાર થયેલા લોકોને પ્રાથમિક ઉપચારની જરૂરત પડી છે.
જેલીફિશના સંપર્કમાં આવવાથી શરીરમાં દુઃખાવો હોય છે. જે બોડી પાર્ટ ટચમાં આવે છે તે ભાગ બહેરો થઈ જાય છે. આ ઉપરાંત અનેક કેસમાં ટચના કારણે બહેરાસની પણ ફરિયાદો મળી છે. મીડિયા અહેવાલ પ્રમાણે બાગા બીચ ઉપર આ ઉપર થયેલી આ ઘટના બાદ તત્કાલ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઓક્સિઝન લગાવવા માટે એક વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. બીજી એક ઘટનામાં જેલીફિશ દ્વારા ડંખ માર્યા બાદ એક વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને શ્વાસ લેવામાં તકલિફ પડી રહી હતી. જેલીફિશ બે પ્રકારની હોય છે.
સામાન્ય અને ઝેરી. મોટાભાગે જેલીફિશ લોકોને કોઈ નુકસાન પહોંચાડતી નથી. તેના સંપર્કમાં આવવાથી સામાન્ય બળતરા થાય છે. પરંતુ ખુબ જ ઓછા લોકો જેલીફિશના સંપર્કમાં આવવાથી લોકોને નુકસાન પહોંચાડે છે. જોકે, એ કહેવામાં આવે છે કે જેલિફિશના ડંખ મારવાની ઘટના ખૂબ જ ઓછી હોય છે. પરંતુ તાજેતરમાં આ ઘટનાઓ વધી રહી છે. લોકડાઉન બાદ ગોવાના બીચને પર્યટકો માટે ખોલી દીધો છે.