ગોવાની સગીરા ફ્લાઈટમાં પાણીપત પહોંચી, પ્રેમીએ આખી રાત કારમાં કર્યો રેપ

પાણીપતઃ હરિયાણામાં રેપાની ઘટના રોકાવાની નામ લેતી નથી. તાજો મામલો હરિયાણાના પાણીપત જિલ્લામાં સામે આવ્યો છે. અહીં એક 17 વર્ષીય કિશોરની સાઉથ ગોવાની સગીરાને સોશિયલ મીડિયા ઈમો થકી ચેટિંગ શરૂ થઈ હતી. દોસ્તી પરવાન ઉપર ચડી અને બંને એક બીજાના પ્રેમમાં પડ્યા હતા.
કિશોરી ગોવાથી ફ્લાઈટ થકી નવી દિલ્હી પહોંચી હતી. અને ત્યાંથી ટેક્સી કરીને શુક્રવારે પાનીપત આવી પહોંચી હતી. આરોપ છે કે કિશોરે ફ્લાઈ ઓવર નીચે પોતાના દોસ્તની કારમાં કિશોરી સાથે આખી રાત રહ્યો હતો અને રેપ કર્યો હતો.
ત્યારબાદ તે કિશોરના ઘરે જતી રહી હતી. યુવકના માતાએ ગોવામાં કિશોરીના પરિવારજનોને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ગોવા પોલીસ રવિવારે પાણીપત પહોંચી ગઈ હતી. કિશોરીનું મેડિકલ કરાવ્યા બાદ આરોપી સગીર યુવકની ધરપકડ કરી હતી.
પોલીસે સીડબ્લ્યુસીના મામલે ગણાવીને કિશોરીને વન સ્ટોપ સેન્ટર મોકલી આપી હતી. સીડબ્લ્યૂસીની કિશોરીના માતા-પિતાને ફોન કરીને જાણકારી હતી. સાઉથ ગોવાની વાસકો પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. સોમવારે કિશોરીની મા અને ભાઈ ગોવા પોલીસની સાથે કાર્યાલય પહોંચ્યા હતા. દસ્તાવેજ તપાસ કર્યાબાદ પોલીસે સુપરત કરી દીધી હતી. આરોપી યુવકને પણ લઈ ગઈ હતી.
સીડબ્લ્યૂસી ચેયરપર્સન એડવોકેટ પદમા રાની જણાવ્યા પ્રમાણે મેડિકલ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટી થઈ હતી. કિલા પોલીસ સ્ટેશન અને ગોવા પોલીસ એફઆઈઆર, મેડિકલ રિપોર્ટ અને સીડબ્લ્યુસીના સમક્ષ આપેલા કિશોરીના નિવેદનના આધારે તપાસ કરી રહી હતી.
આરોપી કિશોરને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સામે રજુ કર્યા હતા. કિલા પોલીસ સ્ટેશન અને ગોવા પોલીસ પાસે યુવકની ઉંમરનો કોઈ દસ્તાવેજ નથી. આધાર કાર્ડ દેખાડ્યું પરંતુ તે માન્ય નથી. બોર્ડના સદસ્ય માલતી અરોડાએ જણાવ્યું કે જ્યારે ઉંમરના દસ્તાવેજ રજૂ ન થાય તો આ મામલે સુનાવણી ન થઈ શકે.