ગોવામાં પણ મહા વિકાસ અધાડીની તૈયારી, કોંગ્રેસ નેતાઓની રાઉતે મુલાકાત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/Sanjay-Raut.jpg)
પણજી, ગોવામાં યોજાનાર વિધાનસભા ચુંટણીને લઇ તૈયારીઓ શરૂ થઇ ચુકી છે.આથી ગોવામાં શિવસેના અને કોંગ્રેસ મહારાષ્ટ્ર જેવું ગઠબંધન કરવા પર વિચાર કરી રહ્યાં છે.શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતે સંભવિત ગઠબંધન પર ચર્ચા માટે ગોવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિનેશ ગુંડૂ રાવ,ગિરિશ ચોડનકરની મુલાકાત કરી હતી આ બેઠક બાદ તેમણે કહ્યું કે ગોવામાં પણ મહા વિકાસ અઘાડીની જેમ ગઠબંધનને લઇ કોંગ્રેસ નેતાઓ સાથે લાંબી વાતચીત થઇ છે.
સંજય રાઉતે એક ફોટો શેર કરી છે આ સાથે જ તેમણે લખ્યું છે કે ગોવા વિધાનસભા ચુંટણીને લઇ કોંગ્રેસના મુખ્ય નેતા દિનેશ ગુંડૂ રાવ દિગંબર કામત અને ગિરીશ ચોડનકરની સાથે વિસ્તૃત ચર્ચા કરી આ દરમિયાન જીવન કામત અને જીતેશ કામત પણ હાજર રહ્યાં હતાં ગોવામાં એમવીએ જેવા ગઠબંધનની સંભાવના પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.
સંજય રાઉત વિધાનસભા ચુંટણી પહેલા ચાર દિવસીય પ્રવાસ પર ગોવામાં છે એ યાદ રહે કે સંજય રાઉત ગોવામાં એનસીપીના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.ગોવામાં ભાજપના પૂર્વ સાથી મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી)એ ગોવામાં ટીએમસીની સાથે હાથ મિલાવ્યો હતો જયારે ગોવા ફોરવર્ડના વિજય સરદેસાઇએ પણ સંભવિત ગઠબંધન પર ચર્ચા માટે દિલ્હીમાં રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી.એ યાદ રહે કે ગોવા વિધાનસભા ચુંટણીની તારીખો ૧૫ જાન્યુઆરીની આસપાસ જાહેર થઇ શકે છે.HS