ગોવામાં ભાજપને ડબલ ઝટકો, મંત્રી માઈકલ લોબો અને ધારાસભ્ય પ્રવીણ જાન્ત્યેનુ રાજીનામુ
પણજી, ગોવામાં ભાજપને ડબલ ઝટકો લાગ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય માઈકલ લોબોએ રાજીનામુ આપી દીધુ. લોબોના રાજીનામા બાદ સાંજ થતા-થતા એક અન્ય ભાજપ ધારાસભ્ય પ્રવીણ જાન્ત્યેએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને પાર્ટી છોડી દીધી. લોબો અને જાન્ત્યે બંનેએ આરોપ લગાવ્યો કે ગોવા ભાજપ પૂર્વ સીએમ અને રક્ષા મંત્રી સ્વ. મનોહર પર્રિકરના આદર્શોથી ભટકી ગયા છે. લોબોના આરોપ પર સીએમ પ્રમોદ સાવંતે પલટવાર કર્યો છે.
રાજીનામુ આપ્યા બાદ લોબોએ આશા વ્યક્ત કરી કે ગોવાના કલંગટ વિધાનસભા ક્ષેત્રની જનતા મારા આ ર્નિણયનુ સન્માન કરશે. આગામી પગલા વિશે જલ્દી ર્નિણય લેશે. મારી અન્ય દળોની સાથે વાતચીત ચાલી રહી છે. જે રીતે વ્યવહાર થઈ રહ્યો હતો તેનાથી હુ દુખી છુ. પાર્ટીના કાર્યકર્તા પણ ખુશ નથી.
લોબોના રાજીનામા બાદ ગોવાની માઈમ સીટથી ભાજપ ધારાસભ્ય પ્રવીણ જાન્ત્યેએ પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામુ સોંપી દીધુ. ભાજપ છોડનાર પ્રવીણ જાન્ત્યે ચોથા ધારાસભ્ય છે. તેનાથી પહેલા માઈકલ લોબોએ પાર્ટી છોડી હતી. તેમના સિવાય અલીના સાલ્દાનહાએ આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે, જ્યારે કાર્લોસ અલ્મીડાએ કોંગ્રેસનો. જાેકે લોબોએ અત્યારે એ ઉજાગર કર્યુ નથી કે તેઓ કઈ પાર્ટીમાં જવાના છે.HS