ગોવામાં ભાડે રાખેલા ઘરમાંથી કંપનીનો કર્મી ગાંજા સાથે ઝડપાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Drug.jpg)
પ્રતિકાત્મક
પણજી, ચૂંટણી સ્ટ્રેટેજી બનાવતા પ્રશાંત કિશોરની કંપની આઈ પેક હાલમાં ગોવામાં ટીએમસી માટે રણનીતિ બનાવી રહી છે. આ માટે પ્રશાંત કિશોરની કંપનીએ ગોવામાં આઠ બંગલા ભાડે રાખ્યા છે.જેના પર પોલીસે પાડેલા દરોડામાં પ્રશાંત કિશોરની કંપની આઈ પેકનો એક કર્મચારી ગાંજા સાથે પકડાયો છે.તેની વય ૨૮ વર્ષની છે.
પોલીસે નાર્કોટિક્ટસ એકટ હેઠળ કેસ નોંધ્યો છે. ગોવામાં વિધાનસભાની ચૂંટણી ૧૪ ફેબ્રુઆરીએ યોજાવાની છે.આ માટે અઢી વર્ષથી પ્રશાંત કિશોર મમતા બેનરજી માટે કામ કરી રહ્યા છે. બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, મમતા બેનરજી અને પ્રશાંત કિશોર વચ્ચેના સબંધો પહેલા જેવા નથી રહ્યા.SSS