ગોવામાં ભારતીય નૌસેનાનુ મિગ-29 ફાઈટર જેટ તુડી પડ્યુ, પાયલોટ સુરક્ષિત
નવી દિલ્હી, ગોવામાં ભારતીય નૌસેનાનુ મિગ 29 કે ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. આ વિમાને ઉડાન ભરી તેની ગણતરીની મિનિટોમાં જ તુટી પડ્યુ હતુ.જોકે વિમાનમાં બેઠેલા બંને પાયલોટોએ પેરાશૂટ વડે કુદી પડીને પોતાનો જીવ બચાવ્યો હતો.મિગ 29 કેનુ આ ટ્રેઈનિંગ વર્ઝન વિમાન હતુ અને બંને પાયલોટ ટ્રેનિંગ મિશન પર હતા. નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે કહ્યુ હતુ કે, મિગ 29 કે ટ્રેનર વિમાનના એન્જિનમં આગ લાગવાથી વિમાનમાં ખામી સર્જાઈ હતી.પાયલોટ કેપ્ટન એમ શિયોખંડ અને લેફ્ટનન્ટ કમાન્ડર દીપક યાદવ સુરક્ષીત રીતે બહાર નિકળી ગયા હતા.
એવી પણ જાણકારી છે કે, વિમાન એક પક્ષી સાથે ટકરાયુ હતુ.તેના કારણે તેના એક એન્જિનમાં આગ લાગી ગઈ હતી.વિમાન ખુલ્લી જગ્યાએ તુટી પડ્યુ હોવાથી બીજી કોઈ જાનહાની પણ થઈ નથી.લોકોએ પેરાશૂટ વડે બે પાયલોટસને નીચે ઉતરતા જોયા હતા. મિગ 29 કે ભારતના વિમાન વાહક યુધ્ધ જહાજ વિક્રમાદિત્ય પર તૈનાત રહે છે.આ વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ મિગ 29નુ નેવલ વર્ઝન છે.મિગ 29 કે વિમાન વાહક જહાજ વિક્રમાદિત્ય પર ટેકઓફ અને લેન્ડિંગ કરે છે અને તેના પર જ તૈનાત રહે છે.જોકે દુર્ઘટનાગ્રસ્ત વિમાન ટ્રેનર વર્ઝન હોવાથી ગોવાના નેવલ બેઝ પર તૈનાત હતુ અને ત્યાંથી જ ઉડાન ભરી હતી.