ગોવામાં સુઝૈને રાખેલી પાર્ટીમાં હાજર રહ્યા હૃતિક અને સબા
મુંબઇ, ૨૦૧૪માં હૃતિક રોશન અને સુઝૈન ખાનના છૂટાછેડા થઈ ગયા છતાં પણ તેમની વચ્ચેની મિત્રતા અકબંધ છે. તેઓ પોતાના દીકરાઓ રિદાન અને રિહાન માટે હંમેશા સાથે ઊભા રહે છે. પરિવારમાં નાનું-મોટું સેલિબ્રેશન હોય કે વેકેશન પર જવાનું હોય હૃતિક અને સુઝૈન સાથે જાેવા મળે છે. હાલમાં જ આ બંને પૂર્વ પતિ-પત્ની ગોવામાં પાર્ટી કરતાં જાેવા મળ્યા હતા.
હૃતિક અને સુઝૈન સાથે તેમના કથિત પાર્ટનર અનુક્રમે સબા અને અર્સલના હતા. હૃતિક સિંગર-એક્ટ્રેસ ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો જ્યારે સુઝૈન પણ કથિત બોયફ્રેન્ડ અર્સલાન સાથે ગોવામાં હતી. મંગળવારે જ્યારે તેઓ મુંબઈ પાછા આવ્યા ત્યારે એકબીજાના હાથમાં હાથ નાખીને એરપોર્ટ પર જાેવા મળ્યા હતા.
અગાઉ મીડિયામાં રિપોર્ટ વહેતા થયા હતા કે ગોવામાં યોજાયેલી પાર્ટી પૂજા બેદીએ રાખી હતી. પરંતુ અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં પૂજાએ આ વાચ નકારી છે. તેણે કહ્યું, “આ મારી નહીં સુઝૈનને આયોજિત કરેલી પાર્ટી હતી.
પાર્ટીની પાછળ સુઝૈનની મહેનત અને તેનું મલ્ટી ટાસ્કિંગ હતું, જેનો શ્રેય હું ના લઈ શકું. પણજીમમાં એક કેફેના ઈન્ટિરિયર ડિઝાઈનિંગનું કામ સુઝૈને કર્યું હતું અને તેણે જ કેફેના લોન્ચની પાર્ટી આયોજિત કરી હતી. એટલે જ અમે બધા ત્યાં હતા.
આ રવિવારે હું પણ મારું કેફે લોન્ચ કરી રહી છું અને આશા છે કે આટલી સારી રીતે આયોજન કરી શકું.” આમ તો, સુઝૈન-અર્સલાન અને હૃતિક-સબાએ પોતાના સંબંધ અંગે ચુપ્પી સાધી રાખી છે. પરંતુ સબા અને હૃતિક ઈન્સ્ટાગ્રામ પર જે પ્રકારે એકબીજા માટે પોસ્ટ મૂકતાં રહે છે તે જાેતાં બંને સંબંધ ઓફિશિયલ કરવાની તૈયારીમાં દેખાી રહ્યા છે.
હૃતિકની નવી પાર્ટનર સબા વિશે શું વિચારે છે? આ સવાલ પૂછાતાં પૂજાએ કહ્યું, “મને હૃતિક અને સબા વિશે કંઈ ના પૂછશો. એકંદરે જ્યારે લોકોને પ્રેમ મળી જાય છે ત્યારે મને ખુશી થાય છે કારણકે દરેક સંબંધ અંત સુધી ટકે તેવું જરૂરી નથી.
એટલે જ્યારે ક્યાંક અટકી ગયા પછી ત્યાંથી બહાર નીકળીને આગળ વધો છો અને એવો સંબંધ મળે જે તમને શક્તિઓનો અહેસાસ કરાવે અને નવા પ્રાણ ફૂંકે ત્યારે તે વ્યક્તિગત રીતે આઝાદી બની જાય છે. તમને કંઈક અદ્ભૂત જે આગળ નહોતું વધતું તે છોડવાનો આનંદ થાય છે. દરેક વ્યક્તિને જીવનના વિવિધ તબક્કામાં અર્થસભર રિલેશનશીપ મળે તે જરૂરી છે. મને આનંદ છે કે હૃતિક અને સુઝૈન વચ્ચે આજે પણ એકબીજા માટે માન અને સહકારની લાગણી છે અને તેમને જીવનમાં ફરી પ્રેમ મળ્યો છે.”SSS