ગોવા બીચ પર ૨ સગીરા પર દુષ્કર્મ, મોડી રાત સુધી બહાર કેમ હતી :મુખ્યમંત્રી
પણજી: ગોવામાં એક બીચ પર બે સગીર છોકરીઓ પર કથિત સામૂહિક દુષ્કર્મની ઘટનાને મુદ્દે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજય વિધાનસભામાં એક વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું. હવે મુખ્યમંત્રીની આ ટીપ્પણીઓ પર વિપક્ષ આલોચના કરી રહ્યું છે. સાવંતે કથિત રીતે કહ્યું હતું કે માતા પિતાએ આ આત્મમંથન કરવાની જરૂર છે કે એમના દીકરાઓ આટલી મોડી રાત સુધી સમુદ્ર તટ પર શું કરી રહ્યા હતા.
સાવંતે સદનમાં ધ્યાનઆકર્ષણ નોટિસ પર એક ચર્ચા દરમ્યાન બુધવારે કહ્યું કે “જાે ૧૪ વર્ષના બાળકો આખી રાત સમુદ્ર તટ પર રહે છે તો માતા પિતાએ આત્મમંથન કરવાની જરૂર છે. આ માટે આપણે માત્ર સરકાર અને પોલીસ પર જવાબદારી ના નાખી શકીએ, કે બાળકો નથી સાંભળતા”
ગૃહવિભાગનો કાર્યભાર સંભાળતા સાવંતે કહ્યું કે પોતાના બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ માતા-પિતાની જવાબદારી છે અને પોતાના બાળકોને જેમાં ખાસ કરીને સગીર બાળકોને આખી રાત માટે બહાર ના રાખવા જાેઈએ. કોંગ્રેસના ગોવાના પ્રવક્તા ડી કોસ્ટાએ કહ્યું કે બીચ પરની કાયદા વ્યવસ્થા બગડી ગઈ છે.
તેમણે કહ્યું કે “રાત્રે બહાર ફરતી વખતે આપણે કેમ ડરવું જાેઈએ? જે અપરાધીઓ છે તેમણે જેલમાં હોવું જાેઈએ અને કાયદાનું પાલન કરવા વાળા નાગરિકોએ બહાર આઝાદીથી ફરવું જાેઈએ. ગોવાના ફોરવર્ડ પાર્ટીના નેતા વિજય સરદેસાઈએ કહ્યું કે આ ઘણું શરમજનક છે કે મુખ્યમંત્રી આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે