ગોવિંદાએ ધામધૂમથી પત્ની સુનિતાનો બર્થ ડે ઉજવ્યો
ગોવિંદાની પત્ની સુનિતાના બર્થ ડે બેશનું બધું જ આયોજન બંને બાળકો ટીના અને યશવર્ધન આહુજાએ કર્યું હતું
મુંબઈ: બોલિવુડ એક્ટર ગોવિંદાએ પત્ની સુનિતા આહુજાનો ૫૦મો બર્થ ડે ખૂબ ધામધૂમથી ઉજવ્યો છે. ૧૫ જૂને ગોવિંદાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને જ સુનિતાનો બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સુનિતાના બર્થ ડે બેશનું બધું જ આયોજન બંને બાળકો ટીના અને યશવર્ધન આહુજાએ કર્યું હતું. બર્થ ડે પાર્ટીમાં ગોવિંદા અને સુનિતા આહુજાના નજીકના મિત્રો જેવા કે, શક્તિ કપૂર, ઉદિત નારાયણ અને રાજપાલ યાદવ હાજર રહ્યા હતા. હાલમાં જ કોરોનાથી સાજા થયેલા સુનિતાના મમ્મી સાવિત્રી શર્મા અને તેનો ભાઈ ડેબૂ શર્મા પણ સેલિબ્રેશનમાં જાેડાયા હતા. ગોલ્ડન જ્યૂબલી બર્થ ડે માટે સુનિતા આહુજા ગ્લિટરિંગ ગોલ્ડન આઉટફિટમાં તૈયાર થયા હતા.
પોતાની પત્ની પર પ્રેમ દર્શવાતા ગોવિંદાએ કહ્યું, “ઈશ્વર સુનિતાને દીર્ઘાયુ કરે અને સ્વસ્થ રાખે. તેને દુનિયાની બધી જ ખુશીઓ મળે. મને અને સુનિતાને હંમેશા પ્રાર્થનાઓમાં રાખવા બદલ હું સૌનો આભારી છું. સુનિતાએ પોતાના ૫૦મા બર્થ ડેની ઉજવણી અંગે કહ્યું, હું ઈશ્વરની આભારી છું કે મેં ગોલ્ડન જ્યુબલી પૂરી કરી છે. હું મારો દિવસ પરિવાર સાથે ઘરે વિતાવી રહી છું. ગોવિંદા, ટીના, યશ, મારી મમ્મી સાવિત્રી અને ભાાઈ દેબૂની હાજરીએ સુનિશ્ચિત કર્યું કે અમે આનંદમાં સમય પસાર કરીએ.
આ મહામારી દરમિયાન મેં ખૂબ મોટી પાર્ટી આયોજિત કરવાનો પ્લાન પડતો મૂક્યો હતો. લોકડાઉનમાં મારો આ બીજાે બર્થ ડે છે અને મિશ્ર લાગણીઓ અનુભવી રહી છું. પ્રેમ અને હૂંફ મને આનંદિત કરે છે ત્યારે બીજી બાજુ મારા મિત્રો અને સ્નેહીજનોને ન મળી શકવાનું દુઃખ પણ છે. સુનિતાના બર્થ ડે સેલિબ્રેશનનો એક્સક્લુઝિવ વિડીયો પણ અમારા સહયોગી ઈટાઈમ્સ પાસે છે.
જેમાં ૫૦ લખેલી કેક ઉપરાંત સુનિતાજી લખેલી અને બીજી એક કેક પણ લાવવામાં આવી હતી. સુનિતાના બર્થ ડે માટે ગોલ્ડન, પિંક અને ગ્રે રંગના બલૂન્સથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું. ૫૦ લખેલું બલૂન પણ બેકગ્રાઉન્ડમાં જાેઈ શકાય છે. પોતાના મિત્રો અને પરિવારજનો સાથે બર્થ ડે સેલિબ્રેટ કરીને સુનિતા ખૂબ ખુશ દેખાય છે. વિડીયોમાં સૌએ સુનિતાને શુભકામના પણ આપી હતી.