ગોવિંદાએ સ્વીકારી ભાણેજ કૃષ્ણા અભિષેકની માફી

મુંબઈ, બોલિવુડ એક્ટર ગોવિંદા અને કોમેડીયન કૃષ્ણા અભિષેક, જેઓ મામા-ભાણેજ છે તેઓ ઘણા વર્ષથી તેમની વચ્ચે પ્રવર્તી રહેલા મતભેદની દિવાલ ધીમે-ધીમે તોડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
આશરે એક મહિના પહેલા કૃષ્ણા અભિષેક મનીષ પૌલના પોડકાસ્ટ શોનો મહેમાન બન્યો હતો, ત્યારે મામા વિશે વાત કરતાં તેની આંખમાંથી દડ-દડ કરતાં આંસુ વહેવા લાગ્યા હતા, તે તેમને મિસ કરતો હોવાનું પણ સ્વીકાર્યું હતું.
થોડા દિવસ પહેલા ગોવિંદા મનીષ પૌલના શોમાં આવ્યા હતા અને કૃષ્ણા અભિષેકની માફી વિશે પૂછ્યું હતું. ઓફ-સ્ક્રીન પણ ગોવિંદા સાથે સારા સંબંધો ધરાવતાં મનીષ પૌલે તેમને કૃષ્ણા અભિષેકની માફી પર કંઈક કહેવા માટે ભાર મૂક્યો હતો. ત્યારબાદ ગોવિંદાએ જે કહ્યું તે સાંભળીને એ ખુશ થયો હતો. તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગોવિંદા સાથેના વીડિયોની એક ક્લિપ પોસ્ટ કરી છે.
વીડિયોમાં મનીષ પૌલ કહી રહ્યો છે ‘કૃષ્ણા અહીંયા શોમાં માફી માગીને ગયો છે, પ્લીઝ તમારે કંઈ કહેવાનું હોય તો અહીં કહીને જાઓ. પ્લીઝ મારી વિનંતી છે’. તેના પર ગોવિંદાએ કહ્યું ‘તારા માટે અને આરતી માટે, તમે બંને મારી ફેવરિટ બહેનના બાળકો છો.
એટલો પ્રેમ મને તેની પાસેથી મળ્યો છે. તમે તે સુખ મેળવી શક્યા નથી. મને તેનું દુઃખ છે. પરંતુ હું તેવો નથી. મારા વર્તનને તમારી ઉદાસીનતાનું કારણ ન બનવા દો. તમે પણ નથી. તમને હંમેશા માફી છે. રિલેક્સ થાઓ. તમારી સાથે કોઈ સમસ્યા નથી.
ભગવાન તમારા પર આશીર્વાદ વરસાવતા રહે અને ઓલ ધ બેસ્ટ. હાર્ડ વર્ક કરતાં રહો’. કૃષ્ણા અભિષેકે વીડિયોના કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે ‘તેમને પણ પ્રેમ કરું છું. કૃષ્ણા અભિષેકે મનીષ પૌલના શોમાં કહ્યું હતું કે ચીચી મામા, હું તમને પ્રેમ કરું છું અને તમને મિસ કરું છું.
હું હંમેશા તમને મિસ કરીશ. સમાચાર અથવા મીડિયામાં જે આવે છે તેના પર તમે વિશ્વાસ ન કરશો. મારા બાળકો સાથે મારા મામા રમે તેમ હું ઈચ્છું છું.
તેઓ પણ મને મિસ કરતાં હશે તેવો મને વિશ્વાસ છે. મનીષ પૌલની વાત કરીએ તો, તે ખૂબ જલ્દી ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં જાેવા મળશે. ફિલ્મ ૨૪ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. જેમાં તેના સિવાય વરુણ ધવન, કિયારા અડવાણી, નીતૂ કપૂર, અનિલ કપૂર અને પ્રાજક્તા કૌલી મહત્વના રોલમાં છે.SS1MS