ગોવિંદાની માતાએ હા પાડી હોત તો નીલમ તેની હોત
મુંબઈ, નીલમ કોઠારીએ ૮૦-૯૦ના દાયકામાં પોતાના નિર્દોષ અભિનયથી ધૂમ મચાવી હતી. તેનો જન્મ ૯ નવેમ્બર ૧૯૬૯ના રોજ હોંગકોંગમાં થયો હતો. નીલમે ૧૯૮૪માં ફિલ્મ ‘જવાની’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. નીલમે ઈલ્ઝામ, ખુદગર્ઝ, ‘પતિ’, ‘હમ સાથ સાથ હૈ’ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું.
નીલમ અને ગોવિંદાની જાેડી એ જમાનાની સૌથી હિટ જાેડી માનવામાં આવતી હતી. બંનેએ લગભગ ૧૦-૧૨ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. નીલમ કોઠારી અને ગોવિંદાની જાેડીને દર્શકોએ વધાવી લીધી હતી. નીલમ સાથે કામ કરતી વખતે ગોવિંદા તેના પ્રેમમાં પડ્યો હતો. સુંદર અભિનેત્રીને તેની લાઈફ પાર્ટનર બનાવવા ઈચ્છતા હતા પરંતુ તેમની માતા તૈયાર ન થયા.
સમાચાર મુજબ ગોવિંદાનો પ્રેમ એકતરફી હતો. નીલમે ક્યારેય જાહેરમાં કહ્યું નથી કે, તે ગોવિંદાના પ્રેમમાં છે. નીલમ પોતાના ફિલ્મી કરિયરને લઈને સભાન હતી, તેથી જ તે પોતાની કરિયર પર ફોકસ કરવા માંગતી હતી. એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ કહ્યું હતું કે, ‘મારા પિતાને પણ નીલમ પસંદ હતી.
તે ઈચ્છતા હતા કે, હું નીલમ સાથે લગ્ન કરું, પણ મારી માતા ઈચ્છતી ન હતી. ગોવિંદાના કહેવા પ્રમાણે, તે તેની માતાની કોઈપણ વાત ટાળી શકતો ન હતો, તેથી તેણે તેમની પસંદગીની છોકરી સુનીતા આહુજા સાથે લગ્ન કર્યા. તે સમયે માર્કેટમાં નીલમ અને ગોવિંદાની ખૂબ ચર્ચા થઈ હતી.
નીલમ કોઠારીના પ્રથમ લગ્ન યુકેના એક બિઝનેસમેન સાથે થયા હતા, પરંતુ લગ્ન સફળ ન રહ્યા અને બંનેએ છૂટાછેડા લઈ લીધા. આ પછી નીલમના જીવનમાં એક્ટર સમીર સોની આવ્યો. નીલમે ૨૦૧૧માં સમીર સાથે લગ્ન કર્યા હતા.
નીલમ કોઠારી અને સમીર સોનીનું લગ્ન જીવન ખૂબ જ સુખી છે. આ કપલે એક દીકરીને દત્તક લીધી છે. લાંબા સમય બાદ ગોવિંદા અને નીલમ તાજેતરમાં એક રિયાલિટી ટીવી શોમાં સાથે જાેવા મળ્યા હતા. નીલમ અત્યારે જ્વેલરીનો બિઝનેસ સંભાળી રહી છે. આ સિવાય લાંબા સમય બાદ તે ગયા વર્ષે ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ’માં જાેવા મળી હતી.SSS