ગોવિંદ ધોળકિયાનું રામ મંદિર માટે ૧૧ કરોડનું દાન
અમદાવાદ: શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના નિધિ સમર્પણ અભિયાનનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ અભિયાનના શરૂઆત થતાની સાથે જ દાનનો ધોધ વહ્યો છે. નિધિ સમર્પણ અભિયાન ૧૫ જાન્યુઆરીથી ૨૭ ફેબ્રુઆરી સુધી યોજાશે.
પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે આવી દાન આપ્યું હતું. ભવ્ય મંદિર નિર્માણ અભિયાનના ૩૦ કાર્યક્રમો ઉતર ગુજરાત પ્રાંતમાં યોજાશે. શ્રીરામ મંદિર નિધિ સમર્પણ સમિતિ ગુજરાતના અધ્યક્ષ ગોવિદભાઈ ધોળકિયાએ ૧૧ કરોડનું દાન આપ્યું છે.
સુરતના ઉદ્યોગપતિ જયંતીભાઈ કબુતરાવાલાએ ૫ કરોડનું દાન કર્યું છે. લવજી બાદશાહે ૧ કરોડનું દાન કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી માધવ પ્રિયદાસજી દ્વારા મંદિરના નિર્માણ કાર્ય માટે ૫૧ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. શંકરભાઇ પટેલે ૫૧ લાખનું અને દિલીપભાઇ પટેલે ૨૧ લાખનું દાન કર્યું છે.
ધારાસભ્ય બાબુ જમના પટેલે ૧૧ લાખ રૂપિયાનું દાન કર્યું છે. ન્યૂ ક્લોથ માર્કેટના ગૌરાંગ ભગતે ૧૧ લાખ આપ્યા છે. ભાજપના નેતા ગોરધન ઝડફિયા દ્વારા ૫ લાખનું દાન આપ્યું છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ૧ લાખ ૧૧ હજાર ૧૧૧નું દાન આપ્યું છે.