ગો એરની ૧૮ ફ્લાઇટો રદ થઇ: કર્મીઓની ભારે અછત
નવીદિલ્હી, ગો એરે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કોલકાતા અને પટણા સહિત અન્ય શહેરોથી ૧૮ સ્થાનિક ફ્લાઇટો રદ કરી દીધી છે. અપુરતા વિમાન અને કોકપિટ કર્મચારીઓની અછત હોવાના કારણે ગો એર દ્વારા આ ૧૮ ફ્લાઇટો રદ કરવામાં આવી છે. બજેટ કેરિયરે અન્ય કેટલીક સમસ્યાઓનો ઉલ્લેખ પણ કર્યો છે. હાલમાં જ તેના એ૩૨૦ નિયો વિમાનમાં એન્જિનમાં તકલીફના લીધે ઘણી સમસ્યાઓ સર્જાઈ હતી. ગો એર દ્વારા આજે ૧૮ ફ્લાઇટો રદ કરી હતી જેમાં મુંબઈ, ગોવા, શ્રીનગર, જમ્મુ, પટણા, ઇન્દોર, કોલકાતાની ફ્લાઇટનો સમાવેશ થાય છે. બંને પ્રકારના વિમાનો તથા વિમાની કર્મચારીઓ ઓછા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જા કે, ગો એરે કહ્યું છે કે, સર્વિસમાં ખલેલ નાગરિક સુધારા બિલ સામે વિરોધ પ્રદર્શનના કારણે આવ્યું છે. ઓપરેટિંગને લઇને કોઇ સમસ્યા નથી.
જો કે, આજે રદ કરાયેલી ફ્લાઇટોની સંખ્યા માહિતી આપવામાં આવી નથી. ગો એરનું કહેવું છે કે, જુદા જુદા પાસાઓ ઉપર ફરિયાદ મળ્યા બાદ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તાત્કાલિક તકલીફને દૂર કરવામાં એન્જિનિયરો લાગેલા છે.