ગો એર 1,614 રૂપિયાના ભાડાથી શરૂઆત કરીને 14મી વર્ષગાંઠની ઊજવણી કરશે
- ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ભાડાના છેલ્લાં બે અંક 14થી પૂરા થશે.
- ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડા 1,614 રૂપિયાથી શરૂ થશે.
- પોતાના કાફલામાં તેઓ 54 એરક્રાફ્ટ સામેલ કરશે.
અમદાવાદ, ભારતની સૌથી વધુ વિશ્વાસપાત્ર, સમયસર અને નિયમિત ફ્લાઇટ સેવા આપનાર અને સૌથી ઝડપથી વિક્સી રહેલી એરલાઇન ગોએર 4 નવેમ્બરના રોજ 14 વર્ષની થઇ. પોતાની વર્ષગાંઠની ઉજવણી કરતા એરલાઇન્સે તેના તમામ 33 ઉડ્ડયન સ્થળોના ખાસ ભાડાના છેલ્લાં બે અંક 14 રહેશે એવું જાહેર કર્યું છે. આ ખાસ ભાડાનો લાભ ઉઠાવવા ઉતારુઓએ તેમની ટિકિટ ચાર નવેમ્બરથી છ નવેમ્બરની વચ્ચે કઢાવવી પડશે અને પ્રવાસનો સમય 13 નવેમ્બરથી શરૂ થઈને 31 ડિસેમ્બર સુધીનો રહેશે.
આ પ્રસંગે બોલતા ગોએરના મેનેજિંગ ડિરેક્ટર જેહ વાડિયાએ કહ્યું હતું કે, આ ક્ષેત્રમાં અમે સ્માર્ટ, પરવડી શકે તેવી કિમતના સસ્તા દરમાં અને સમય કાર્યક્ષમ ટ્રાવેલના 14 વર્ષ પૂરા કર્યા છે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રૂટ પર વધુ ફ્લાઇટોના વિકલ્પ અને આક્રમક વૃદ્ધિના અમારા અભિગમ સાથે અમે હવે પંદરમા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ. અમારી આ ઉજવણીમાં અમારા પ્રવાસીઓ મહત્વના ભાગીદાર છે. તેઓએ જ અમને સૌથી વધુ વિશ્વસનીય, નિયમિત અને
પસંદગીની એરલાઇન્સ બનાવી છે. અમારી આ મહાન ઉજવણી પ્રસંગે તેમણે અમને આપેલા આદર અને સન્માનનો બદલો વાળવો જરૂરી છે. રૂપિયા 1,614 (બધુ સામેલ)નું ભાડુ ચૂકવીને અમદાવાદથી ઘરેલુ રૂટ પરની ટિકિટ બુક કરાવી શકાય છે. અમદાવાદીઓ હવે હૈદરાબાદ, મુંબઈ, પુણે, દિલ્હી, લખનઊ, ગોવા, કોચી, બેંગલુરુ, જયપુર, નાગપુર, ચેન્નાઈ, કોલકાતા અને ચંદીગઢ જેવા તેમના પસંદગીના સ્થળો પર ગોએરની રોજિંદી નોનસ્ટોપ ડોમેસ્ટિક ફ્લાઇટ દ્વારા પહોંચી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની મઝા માણી શકે છે.
આ ઓફર ફક્ત ગોએર નેટવર્ક્સ (ગોએર વેબસાઇટ, ગોએર ટિકિટિંગ કાઉન્ટર ગોએર કોલ સેન્ટર્સ અને ટ્રાવેલ એજન્ટ) પર વહેલા તો પહેલા ધોરણે ઉપલબ્ધ છે.
તમારી મુસાફરીને મુશ્કેલરહિત બનાવવા માટે પોતાની જન્મતિથિના દિવસે ગોએરે તેમના આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે નવી દિલ્હી મેટ્રો સ્ટેશન ખાતે નવી સિટી ચેક ઇન સગવડની પણ શરૂઆત કરી છે. ગોએરનું આ પગલું તેમના પ્રવાસીઓ માટેની ફ્લાય સ્માર્ટની વચન બદ્ધતાની સાક્ષી પૂરે છે. આને કારણે દિલ્હીના રોડ ઉપરના તમારા પ્રવાસના સમયમાં પણ ઘટાડો થશે
આ પ્રસંગે ગોએરે તેમની ફ્લિટનું પણ વિસ્તરણ કર્યું છે અને નવા એ-320 નિઓ એરક્રાફ્ટને તેમના પરિવારમાં સામેલ કર્યુ છે, જેને કારણે 2019માં તેમના એરક્રાફ્ટની કુલ સંખ્યા વધીને 54 થઈ ગઈ છે. આ વર્ષમાં સરેરાશ દરેક મહિને એક નવા એરક્રાફ્ટને તેમના કાફલામાં ઉમેરવાની યોજના સાથે આ નવા એરક્રાફ્ટનો ઉમેરો સુસંગત છે.
સ્પેશિયલ 14મી વર્ષગાંઠની ઉજવણી માટે ઘરેલુ ફ્લાઇટના ભાડાની શરૂઆત રૂપિયા 1,614 અને વધુથી થાય છે.