“ગૌચર બચાવો”ના નારા સાથે પશુપાલકોએ ભરૂચ કલેકટર કચેરી ગજવી
અંકલેશ્વરના અંદાડા ગામે ગૌચર જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કરાતા પશુપાલકોમાં આક્રોશ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા માલધારી સમાજ આહિર ભરવાડ રબારી ચારણ-ગઢવી સહિત ના લોકો દ્વારા મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ની ઉપસ્થિતિમાં ભરૂચ કલેકટર સાહેબને ગૌચર બચાવવા તેઓના પશુઓને નહીં ગાયના વાછરડાને લઈ કલેકટર કચેરી ગજવી મૂકી હતી.
અંદાડા ગામે ગૌચરણ સર્વે નં.૯૬ અને ૯૫ માં અંદાડા ગામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કરાતા અંદાડા ગામના પશુપાલકો એ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.જેમાં નળનારાયણ સોસાયટી ની બાજુમાં સર્વે નંબર ૯૬ અને અયોધ્યા નગર ની સામે ૯૫ આ બે ગૌચર જમીન પર ગામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કરવાના નામે પશુપાલકોને હેરાન પરેશાન કરવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
અંદાડા ગામ પંચાયત પાસે અન્ય પણ ઘણી ગૌચર જમીન છે ત્યાં વૃક્ષારોપણ કરવાથી પશુપાલકોને કોઈ જ પ્રકારની તકલીફ પડે એમ નથી તેમ છતાં આ બે સર્વે નંબરો માં વૃક્ષારોપણ ન કરવાની માંગ સાથે આજે પશુપાલકો તેઓની ગાય ના વાછડાઓ સાથે પશુપાલન કો એ ભરૂચ કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપી આ બે સર્વે નંબર ૯૬ અને ૯૫ માં અંદાડા ગામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ નાં કરવામાં આવે તેવી વિનંતી કરી હતી.
સર્વે નંબર ૯૬ અને ૯૫ માં આ ગૌચર જમીન એવી છે કે જ્યારે ચોમાસા માં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાય જતું હોય છે ત્યારે પશુપાલકો તેઓના પશુઓને લઈને આ સર્વે નંબરમાં પોતાના પશુઓ રાખતા હોય છે.આ જગ્યા ઉપર પાણી ભરાવાની શક્યતાઓ ના હોવાના કારણે પશુપાલકો વર્ષોથી આ જગ્યાનો ઉપયોગ પોતાના પશુઓને વરસાદી પાણી ભરાઇ જતા હોય છે.ત્યારે અહીં પોતાના પશુઓને આશરો આપતા હોય છે.ઉપયોગ કરતા હોય છે જેથી આ બે સર્વે નંબરમાં વૃક્ષારોપણ ન કરવા પશુપાલકોએ અપીલ કરી હતી.
અંદાડા ગામમાં પાંચ હજારથી પણ વધુ પશુઓની સંખ્યા જાેવા મળે છે.ગામ મા ૪૩ હેકટર કરતા પણ વધુ ગૌચર જમીન છે.પશુપાલકો દ્વારા અન્ય કોઈ સર્વે નંબરમાં વૃક્ષારોપણ કરવામાં આવે તો તેવો ને કોઈ જ પ્રકારની પશુપાલકોને તકલીફ નથી પશુપાલકો હંમેશા પર્યાવરણ સાથે જ પર્યાવરણ શુદ્ધ કરવાની સાથે જ વિચારધારા ધરાવતા હોય છે.
અદાડા ગામમાં અન્ય ઘણા સર્વે નંબરમાં ગૌચર જમીન આવેલી છે તો અંદાડા ગામના પશુપાલકો દ્વારા સવૅ.નં. ૯૬ અને ૯૫ માં વૃક્ષારોપણ નહીં કરવા અપીલ કરી અને આ બે સર્વે નંબર ની જગ્યાએ અન્ય કોઈપણ જગ્યાએ વૃક્ષારોપણ કરવા સરકારને વિનંતી કરી હતી.
હાલ તો રાજ્ય સરકાર દ્વારા ગામડાઓ માં આવેલ ગૌચરો ને ખુલ્લા કરવા ગ્રામ પંચાયતોને આદેશ કરવામાં આવી રહ્યો છે કે ગામ પંચાયતની હદમાં આવેલી ગૌચર જમીનો જાે કોઈ દ્વારા કોઈના દ્વારા દબાણ કે પચાવી પાડવામાં આવી હોય તો તે ગૌચર જમીન પરથી તેઓનો કબજે દૂર કરવા અને ગૌરવનો ખુલ્લા કરવા સરકાર સતત કટિબંધ રહી છે
ત્યારે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે ગામ પંચાયત દ્વારા ગૌચર દૂર કરવાના બદલે પશુપાલકોના મોંમાંથી ચારો છીનવી લેવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. સદર અંદાડા ગામ પંચાયત દ્વારા સર્વે નંબર ૯૬ અને ૯૫ માં જે વૃક્ષારોપણ કરવા માટે આ સર્વે નંબર જમીન ને ટ્રેક્ટર મારી સંપૂર્ણ જમીન ઉપર નીચે કરી દેવામાં આવી છે.
તો પશુપાલકોની એક જ માંગ છે કે આ બંને સર્વે નંબરો માં વૃક્ષારોપણ ન કરે અને આ જે ટ્રેક્ટર મારી જમીન ને ઉપર નીચે કરી છે.એ સમતુલન કરી આપે જેથી કરી આવનાર દિવસોમાં ચોમાસામાં જે ગૌચર જમીન પર તેવો પશુઓને ઘાસચારો મળી રહે તેવી માંગ સાથે આજે પશુપાલકો તેઓના પશુઓને લઇને એકત્ર થયા હતા.