Western Times News

Gujarati News

ગૌણ સેવા પેપર લિકનો માસ્ટર માઈન્ડ કેતન જબ્બે

અમદાવાદ, ગૌણ સેવાના હેડ ક્લાર્કની પોસ્ટ માટેની પરીક્ષાનું પેપર લીક થવાના મામલેસાબરકાંઠા પોલીસે હિંમતનગરના કેતન નામના શખ્સની ધરપકડ કરી છે. કેતન પેપરલીકના મામલાનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેતનેઉમેદવાર દીઠ ૧૦ લાખ રૂપિયા લીધા હતા. રવિવારે પરીક્ષા હતી અને શનિવારે રાતેપ્રાંતિજ નજીક આવેલા ફાર્મ હાઉસમાં ૪૨ ઉમેદવારોને પેપર આપી દેવામાં આવ્યુંહતું. આ કેસમાં વધુ ત્રણ શખ્સની સંડોવણી હોવાની શક્યતા છે. કેતન પાસેથી આમાટે ઉપયોગમાં લેવામાં આવેલી કાર પણ કબ્જે કરવામાં આવી છે.

જેઉમેદવારોએ પરીક્ષા પહેલા પૈસા ચૂકવીને પેપર લીધું હોવાનું ધ્યાનમાં આવતાપોલીસે કેતનના બેંક અકાઉન્ટની પણ તપાસ કરી હતી. કેતને ૪૨ વિદ્યાર્થીઓપાસેથી ૧૦-૧૦ લાખ રૂપિયા લીધા હતા.

મળેલી માહિતી પ્રમાણે, જે કારમળી આવી છે, તે પેપર લીક માટે પ્રાંતિજ નજીકના ફાર્મહાઉસ ખાતે ઉપયોગમાંલેવાઈ હતી. કેતન રાતે પેપર લઈને ફાર્મહાઉસ પહોંચ્યો હતો. તેની સાથે અન્યત્રણ શખ્સ પણ હતા. જે સરકારી નોકરી કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આકિસ્સામાં કુલ ચાર કારનો ઉપયોગ થયો હતો. જે સુરત, અમદાવાદ અને હિંમતનગરનીપાસિંગ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

લીકકરાયેલું પેપર જ્યારે ફાર્મહાઉસમાં આપવામાં આવ્યું ત્યારે ૧૬ ઉમેદવારોહાજર રહ્યા. બાદમાં એક શિક્ષકને બોલાયા હતા. જેમણે ઉમેદવારોને રાતના ૧.૩૦ વાગ્યા સુધી પેપર સોલ્વ કરવામાં મદદ કરી હતી. ઉમેદવારો પાસેથી ૧૦ લાખરૂપિયા લઈને બાદમાં સોશિયલ મીડિયા દ્વારા વડોદરાના અન્ય ઉમેદવારો સુધી પણપેપર પહોંચાડાયું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોલીસના ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાકહ્યું હતું.

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ દાવોકર્યો હતો કે, પેપર લીક થવા અંગે કોઈ ફરિયાદ મળી નથી. જાે કે, કોઈ તથ્યવાળાપુરાવા મળશે તો મંડળ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવશે. જે દોષિત છે તેમનેછોડવામાં આવશે નહીં. આ મામલે ૧૬ પોલીસ ટીમ તપાસ કરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.