ગૌણ સેવા મંડળ દ્વારા મોકૂફ પરીક્ષાની નવી તારીખો જાહેર
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેના કારણે ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષામાં પાછળની તારીખ મકુક રાખવામાં આવેલી હતી.
પરંતુ હવે તેની તારીખ આવી ગઈ છે જે પાંચમા મહિના (મે મહિનો)ની ૧૧,૧૩,૧૪,૧૬ અને ૧૭ તેમજ ૨૦ તારીખના રોજ ચાર શિફ્ટમાં આયોજન કરવામાં આવેલી છે અને આ તારીખમાં પરીક્ષા આપી રહેલા તમામ ઉમેદવારોએ તારીખ ૮ મે ૨૦૨૪ સુધી પોતાના નવા કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.
તમને જણાવી દઈએ કે તારીખ ૨૦,૨૧,૨૭ અને ૨૮ એપ્રિલ તથા ૪,૫ મેના રોજ જે પરીક્ષા લેવામાં આવતી હતી તે મોકૂફ રાખવામાં આવી હતી.
પ્રિય ઉમેદવાર મિત્રો, જા. ક્ર. ૨૧૨/૨૦૨૩-૨૪ ની મોકૂફ રાખવામાં આવેલી સીસીઈની પરીક્ષાનુ તા. ૧૧/૫, ૧૩/૫, ૧૪/૫, ૧૬/૫, ૧૭/૦૫ અને ૨૦/૫ ના રોજ ૪ શીફ્ટમાં આયોજન કરવામાં આવેલ છે. તમામ નવા કોલલેટર તા. ૮/૫/૨૦૨૪ ના રોજ થી ડાઉનલોડ કરવાના રહેશે. આ અંગે જીએસએસબી વેબસાઈટ પર જણાવવામા આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો મુજબ આગામી ૧૧, ૧૩, ૧૪, ૧૬, ૧૭ અને ૨૦ મેના રોજ પરીક્ષા લેવાનું નિર્ણય કરાયો છે.
૪ શિફ્ટમાં પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે. લોકસભા ચૂંટણીને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ઉમેદવારો ૮ મેથી નવા કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
આપણે જાણીએ છીએ તેમ ગુજરાત ગૌશાળા પસંદગી મંડળ દ્વારા અત્યારે વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ ૫૫૫૪ જગ્યા ઉપર ભરતીનું આયોજન કરેલું હતું.