Western Times News

Gujarati News

ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી અમીર બન્યા

નવી દિલ્હી, બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ અનુસાર અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી બીજીવાર એશિયાના બીજા સૌથી અમીર શખ્સ બની ગયા છે. સંપત્તિ મામલે તેમણે ચીનના ઉદ્યોગપતિ ઝોંગ શાનશાનને પાછળ છોડી દીધા છે. આ યાદીમાં સૌથી અવ્વલ સ્થાને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે. દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં અદાણી ૧૪માં નંબરે છે.

ગૌતમ અદાણી પાસે અત્યાર સુધી ૭૧.૩ અરબ ડોલરની સંપત્તિ છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં તેજીના કારણે ગૌતમ અદાણીની સંપત્તિનો નફો થયો છે. અદાણી પાવર, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં છેલ્લા દસ દિવસમાં શ્રેષ્ઠ ઉછાળો જાેવા મળ્યો છે. મુકેશ અંબાણી અને ચીની ઉદ્યોગપતિ ઝોંગ શાનશાનની સંપત્તિ ૮૭.૮ અરબ ડોલર અને ૬૬.૬ અરબ ડોલર છે.

અદાણી જૂથની કંપનીઓના શેરમાં ફરી વધારો જાેવા મળી રહ્યો છે. તાજેતરમાં કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એનએસડીએલ) એ ત્રણ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ ફંડ (એફપીઆઈ) ના ડીમેટ એકાઉન્ટને બ્લોક કરી દીધું છે. આનાથી તેમની સંપત્તિમાં ઘટાડો થશે. પરંતુ અદાણી જૂથે સ્પષ્ટ કહ્યું છે કે આ સમાચારમાં કોઈ સત્ય નથી. આ માત્ર એક અફવા છે.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એનએસડીએલ એ ત્રણ વિદેશી ફંડ્‌સ આલ્બુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડના ખાતાઓ સ્થગિત કર્યા છે. તેમની પાસે અદાણી ગ્રુપની ચાર કંપનીઓમાં રૂ. ૪૩,૫૦૦ કરોડથી વધુના શેર છે.

અદાણી પોર્ટ્‌સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે એનએસડીએલ દ્વારા ત્રણ વિદેશી ફંડ્‌સના ખાતાઓ ફ્રીઝ કરવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમણે કીધુ કે તે સંપૂર્ણપણે ખોટું છે અને રોકાણ કરનાર સમુદાયને જાણી જાેઈને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.