Western Times News

Gujarati News

ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી ધનિક બન્યા

મુંબઈ, ભારતે છેલ્લા ૧૨ મહિનામાં પાંચ અબજાેપતિ ઉમેર્યા છે, કારણ કે કેમિકલ, સોફ્ટવેર અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ધંધાના મૂલ્ય વધ્યું છે. પારંપરિક અબજાેપતિમાંથી ગૌતમ અદાણી (ઉંમર ૫૯) અને પરિવાર, ૫.૧ લાખ કરોડની (૨૬૧%ની વૃદ્ધિ) સાથે, પહેલીવાર એશિયાના બીજા સૌથી વધુ ધનિક બન્યા છે. તેમના પરિવારે ગયા વર્ષની સરખામણીમાં એક દિવસમાં ૧ હજાર કરોડ રૂપિયાનો ઉમેરો કર્યો છે.

મુકેશ અંબાણી (ઉંમર ૬૪) ૭.૨ લાખ કરોડ રૂપિયાની સાથે સતત ૧૦મા વર્ષે સૌથી ધનિક ભારતીય બન્યા છે. કોમોડિટીની કિંમતોમા વધારો થવાથી લક્ષ્મી મિત્તલ (ઉંમર ૭૧) અને કુમાર મંગલમ બિરલા (ઉંમર ૫૪) સહિતના ધનાઢ્ય ભારતના ટોપ ૧૦મા સામેલ થયા છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વેક્સિન કિંગ સાયરસ એસ પૂનાવાલા, જેમની સંપત્તિ વધીને ૧,૬૩,૭૦૦ કરોડ રૂપિયા થઈ છે તેઓ છઠ્ઠા સ્થાને છે. ગૌતમ અદાણીના ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી, જેઓ દુબઈમાં ટ્રેડિંગ બિઝનેસ ધરાવે છે, તેમણે પણ બિરલાની સરખામણીમાં ટોપ ૧૦મા સ્થાન મેળવ્યું છે, તેમની સંપત્તિ ત્રણ ગણી વધીને ૧.૩૧ લાખ કરોડ રૂપિયા થઈ છે.

છેલ્લા એક દશકામાં સંપત્તિ સર્જનની સૌથી ઝડપી ગતિ જાેવા મળી છે, જેમાં ભારતના ધનિકોએ છેલ્લા ૧૦ વર્ષથી રોજની ૨,૦૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ ઉમેરી છે. હુરુન, કે જે આઈઆઈએફએલ વેલ્થ મેનેજમેન્ટની સાથે મળીને ભારતના અતિ-ધનિકોની યાદી તૈયાર કરે છે, તેણે આ વર્ષના રેન્કિંગમાં છેલ્લા એક દશકાના ટ્રેન્ડને પણ દર્શાવ્યા છે.

આઈઆઈએફએલ હેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યા દસ વર્ષ પહેલા માત્ર ૧૦૦થી વધીને આજે ૧,૦૦૭ થઈ ગઈ છે. આ દરથી, પાંચ વર્ષમાં મને આશા છે કે લિસ્ટ ૩ હજાર વ્યક્તિઓ સુધી વધશે. આઈઆઈએફએલ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટએ ભારતની આર્થિક વૃદ્ધિનું પ્રતિબિંબ છે, તેમ હુરુન ઈન્ડિયાના એમડી અને મુખ્ય સંશોધનકર્તા અનસ રહમાન જુનૈદે જણાવ્યું હતું.

જુનૈદના જણાવ્યા પ્રમાણે, એક દશકા પહેલા ભારતમાં ટોપ-૧૦મા સામેલ થવા માટે કટ-ઓફ ૩૦,૮૦૦ કરોડ રૂપિયા હતો, જે વધીને ૧,૨૧,૬૦૦ કરોડ રૂપિયા થઈ ગયો છે. જાે કે, ટોપ ૧૦૦મા સામેલ થવા માટેનો કટ ઓફ ૧,૮૦૦ કરોડથી નવ ગણો વધીને ૧૬,૮૦૦ કરોડ રૂપિયા થઈ ગયો છે.

ફાર્મામા ધનિકોની યાદીમાં ૧૩૦ વ્યક્તિઓની સાથે સંપત્તિ સર્જનમાં ફાર્માનો સૌથી મોટો ફાળો રહ્યો છે, ત્યાર બાદ કેમિકલ (૯૮) અને સોફ્ટવેર (૮૧) છે. ૫૯ નવા અબજાેપતિના ઉમેરા બાદ, આ સંખ્યા ૨૩૭ પર પહોંચી ગઈ છે. અન્ય રસપ્રદ શોધ એ છે કે, એક દશકા પહેલાની જેમ સંપત્તિનું સર્જન હવે મોટા શહેરો સુધી મર્યાદિત રહ્યું નથી અને હરિદ્વારથી લઈને તિરુવનંતપુરમ સુધીના ૭૬ શહેરો તેમા છે.

આઈઆઈએફએલ વેલ્થ જાેઈન્ટના સીઈઓ અનિરુદ્ધ તાપરિયાના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના અબજાેપતિ ઈક્વિટી અને ફિક્સ્ડ ઈનકમ સિક્યુરિટીમાં મોટાપાયે રોકાણ કરે છે. આ સિવાય મોટાભાગના રૂપિયાનું રોકાણ ભારતમાં કરવામાં આવે છે, જ્યાં સંપત્તિનું સર્જન ઝડપથી થાય છે.

તેમણે કહ્યું હતું કે, ‘તેઓ ૧૦૦ રૂપિયામાંથી ૧૦ રૂપિયાનું રોકાણ વિદેશમાં કરે છે, પરંતુ તેમાંથી મોટાભાગનું રોકાણ દેશમાં જ કરવામાં આવે છે. ઉપરાંત, નવા જમાનાના અબજાેપતિઓ જેમણે સ્ટાર્ટઅપ્સ દ્વારા સંપત્તિ બનાવી છે, તેઓ સ્ટાર્ટઅપ્સને ઘણું પાછુ આપી રહ્યા છે.

‘તેઓ ઈકોસિસ્ટમમાં રોકાણ કરી રહ્યા છે. આ ખાસ જાેખમ લેવામાં તેઓ વધુ આરામદાયક છે, જ્યાં વધુ અતરલતા છે’, તેમ તાપરિયાએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં જ પ્રી-આઈપીઓમા ઘણુ રોકાણ થયું હતું. અન્ય ટ્રેન્ડમાં ઉંમરમા ઘટાડો સામેલ છે.

૧૦ વર્ષ પહેલા ૩૪ વર્ષા શિવિંદર મોહન સિંહ સૌથી નાની ઉંમરના અબજાેપતિ હતા, જેમા સૌથી ઓછી ઉમર ઘટીને ૨૩ થઈ ગઈ છે, જેમા ભારત પેના શાશ્વત નાકરાણીએ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. બીજાે ટ્રેન્ડ પ્રોફેશનલ મેનેજરના પ્રવેશનો હતો, જેમાંથી ૧૪એ સમૃદ્ધોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.

આ સિવાય, આપબળે બનેલા અબજાેપતિ હવે આ લિસ્ટમા બે તૃતીયાંશ ભાગ ધરાવે છે, જે પાંચ વર્ષ પહેલા કરતા થોડો વધારે હતો. કેલિફોર્નિયા સ્થિત એન્ટરપ્રાઈઝ ક્લાઉડ સિક્યુરિટી ફર્મ ઢજષ્ઠટ્ઠઙ્મીનિા જય ચૌધરી (ઉંમર ૬૨) ટોપ-૧૦માં પ્રવેશ કરનારા નવા વ્યક્તિ છે.

જે ક્ષેત્રએ છેલ્લા ૧૨ મહિનામાં સારુ પ્રદર્શન નથી કર્યું તે જ્વેલરી છે, જેમાં ૧૩ બિઝનેસમેન અમીરોની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. છેલ્લા એક દશકામા જે બિઝનેસમેન બહાર થયા છે, જેમાં અનિલ અંબાણી, વિજય માલ્યા, વેણૂગોપાલ ધૂત, રાણા કપૂર, નીરવ મોદી, મેહુલ ચોક્સી, માલવિંદર મોહન સિંહ અને શિવિંદર મોહન સિંહનો સમાવેશ થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.