Western Times News

Gujarati News

ગૌતમ ગંભીરને બંગાળમાં સ્ટાર પ્રચારક તરીકે ઉતારાશે

કોલકતા, બંગાળમાં આગામી વર્ષ ચુંટણી યોજાનાર છે તેના પ્રચાર માટે ભાજપ પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરને સ્ટાર પ્રચારકના રૂપમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. ગંભીર બંગાળથી સંબંધ ધરાવે છે તે લાંબા સમય સુધી કોલકતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)નો સુકાની રહ્યો છે તેની સુકાનીમાં કેકેઆરે બે વાર આઇપીએલનો પુરસ્કાર જીત્યો હતો.ગંભીર વર્તમાનમાં ભાજપ સાંસદ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગંભીરના કોલકતા સહિત સમગ્ર બંગાળમાં મોટી સંખ્યામાં પ્રશંસકો છે બંગાળ ભાજપનું માનવુ છે કે ગંભીરના ચુંટણી પ્રચાર માટે બંગાળમાં આવવા પર પાર્ટીને ખુબ ફાયદો થઇ શકે છે.તે બંગાળના યુવાનોની વચ્ચે લોકપ્રિય છે અને તેની વોટબેંકને પ્રભાવિત કરી શકે છે આથી બંગાળ એકમે ભાજપ મોવડીઓને વિનંતી કરી છે કે કેન્દ્રીય નેતૃત્વ આ બાબતે ગંભીરતાથી વિચાર કરે. ગંભીર ભાજપ માટે કાશ્મીરમાં પણ ચુંટણી પ્રચાર કરશે એ યાદ રહે કે ભાજપ બીસીસીઆઇના વર્તમાન અધ્યક્ષ સોરવ ગાંગુલીને મમતા બેનર્જી વિરૂધ્ધ ઉતારવા માંગતી હતી પરંતુ ગાંગુલીએ તેનો ઇન્કાર કર્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.