ગૌતમ ગંભીરનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા હડકંપ

નવીદિલ્હી, ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચ્યો હતો.તેઓ ક્રિકેટમાં પણ સક્રિય છે ઉપરાંત રાજકારણમાં પણ સક્રિય હોવાના કારણે ઘણા લોકોના સંપર્કમાં આવતા હોય છે.આજે સવારે ટિ્વટ કરીને તેમણે જાણકારી આપી હતી.
પૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ ગૌતમ ગંભીરને કોરોના સંક્રમણ થયું છે. આ જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી છે. ગંભીરમાં કોરોનાનાં હળવા લક્ષણો હતા, ત્યાર પછી તેમણે તેની તપાસ કરાવી અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો.
કોરોનાથી સંક્રમિત થયા બાદ ગંભીરે તેના ટિ્વટર હેન્ડલ પર આ માહિતી આપી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી છે.HS