ગૌમૂત્રમાંથી બનાવવામાં આવેલું સેનિટાઇઝર આપશે
અમદાવાદ: જો તમે કોરોના વાયરસને દૂર રાખવા માટે આલ્કોહોલ આધારિત સેનિટાઈઝર્સની જગ્યાએ ૧૦૦ ટકા કુદરતી વિકલ્પ શોધી રહ્યા છો તો ગોમૂત્રથી બનાવેલ એક હેન્ડ સેનિટાઇઝર આવતા અઠવાડિયે બજારમાં આવવા તૈયાર છે. સતત વધી રહેલા કોરોના મહામારીના ભરડા વચ્ચે ગુજરાત સ્થિત સહકારી સંસ્થાએ ગૌમૂત્રમાંથી હેન્ડ સેનિટાઈઝર બનાવ્યું છે. અગાઉ રાજસ્થાન સ્થિત એક કંપનીએ ગોબરમાંથી બનાવેલા કાગળનો ઉપયોગ કરીને ડિસ્પોઝેબલ ફેસ માસ્કનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું હતું.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
મંગળવારે વિઝન, રાષ્ટ્રીય કામધેનુ આયોગના મિશન પર યોજાયેલા નેશનલ વેબિનરમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ વલ્લભ કથીરિયાએ આ પ્રોડક્ટનું પ્રદર્શન કર્યું હતું. કામધેનુ દિવ્ય ઔષધિ મહિલા મંડળી દ્વારા ગો-સેફ બ્રાન્ડ નામથી હેન્ડ સેનિટાઇઝર લોંચ કરવામાં આવશે.
આ સહકારી મંડળીએ લોકડાઉન દરમિયાન પણ ગોમૂત્ર આધારિત બે ઉત્પાદનો પહેલા લોન્ચ કર્યા છે. ગો-પ્રોટેકટ નામ હેઠળ સરફેસ સેનિટાઇઝર અને ગોક્લેન નામથી રૂમની સફાઈ માટેનું પ્રવાહી. મહિલા સહકારી મંડળીના માર્કેટિંગ વિભાગ કામધેનુ આર્થસેતુના ડિરેક્ટર મનીષા શાહે જણાવ્યું કે,
‘અમે એફડીસીએ તરફથી ગો-સેફ માટે લાઇસન્સ મેળવવાની તૈયારીમાં છીએ અને એક અઠવાડિયામાં લાઇસન્સ મેળવવાની આશા રાખીએ છીએ. તેમણે ઉમેર્યું કે ઉત્પાદન પંચગવ્ય આયુર્વેદના ક્લિનિકલ રિસર્ચ યુનિટમાં વિકસાવવામાં આવ્યું છે. શાહે કહ્યું કે સહકારી મંડળી ગોમૂત્ર આધારિત હેન્ડ સેનિટાઇઝરના તમામ ઘટકો જાહેર કરી શકતી નથી, પરંતુ તેમાં લીમડો અને તુલસી જેવી કુદરતી ઔષધીઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સમાજનો એક વર્ગ ગૌમૂત્રના ઔષધીય મૂલ્યમાં વિશ્વાસ રાખે છે. અમે સકારાત્મક પ્રતિસાદની આશા રાખીએ છીએ.