ગૌરીની કિચન સ્ટાફને સૂચના, આર્યન ઘરે ના આવે ત્યાં સુધી રસોડામાં કોઈ મીઠાઈ નહીં બને
મુંબઇ, સુપર સ્ટાર શાહરૂખખાનનો પુત્ર આર્યન ડ્રગ્સના કેસમાં 2 સપ્ટેમ્બરથી જેલમાં છે અને તેના જામીન માટે ધુરંધર વકીલો પ્રયાસ કરી રહ્યા હોવા છતા હજી સુધી તેને જામીન મળ્યા નથી.
બીજી તરફ આર્યન ખાનના માતા પિતા શાહરૂખ અ્ને ગૌરીની ટેન્શનમાં ઉંઘ હરામ થઈ ગઈ છે. શાહરૂખના નિવાસ સ્થાન મન્નતમાં જાણે શોકનો માહોલ છે. શાહરૂખના ઘરમાં કોઈ તહેવારો કે બીજો કોઈ પણ પ્રસંગ સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો નથી.
એક ન્યૂઝ વેબસાઈટના અહેવાલ પ્રમાણે આર્યનની માતા ગૌરીએ કિચન સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે, જ્યાં સુધી આર્યન ખાન છુટે નહીં ત્યાં સુધી રસોડામાં કોઈ પણ મિઠાઈ નહીં બને. શાહરૂખ અને ગૌરી સેલિબ્રેશનના મૂડમાં નથી. આ વખતે શાહરૂખના ઘરમાં તહેવારોની પણ ચમક દમક દેખાઈ રહી નથી.
હાલમાં જ કિચનમાં સ્ટાફ દ્વારા ખીર બનાવવાઈ હતી અને આ વાતની ગૌરીને ખબર પડી ત્યારે તેણે કિચનમાં જઈને સ્પષ્ટ સૂચના આપી હતી કે, જ્યાં સુધી આર્યનને જામીન ના મળે ત્યાં સુધી કિચનમાં કોઈ પણ પ્રકારની મીઠી વાનગી બનાવવામાં નહીં આવે.
આ પહેલા એવા પણ અહેવાલો વહેતા થયા હતા કે, આર્યનને જામીન મળે તે માટે ગૌરીએ નવરાત્રીમાં વ્રત પણ રાખ્યુ હતુ. ગૌરી બહુ અપસેટ છે અને તે પોતાના પરિચિત અને નિકટના લોકોને આર્યન જેલમાંથી બહાર આવે તે માટે પ્રાર્થના કરવા કહી રહી છે.